ડીલ / સ્પેન્સર્સ રિટેલ 300 કરોડ રૂપિયામાં ગોદરેજની સબસિડિયરી નેચર્સ બાસ્કેટને ખરીદશે

Spencer's Retail bought Godrej's subsidiary Natural Basket for Rs 300 crore
X
Spencer's Retail bought Godrej's subsidiary Natural Basket for Rs 300 crore

  • નેચર્સ બાસ્કેટના મુંબઈ, પુના અને બેંગલુરુંમાં 36 સ્ટોર, 338 કરોડ રૂપિયાનું ટર્નઓવર
  • નેચર્સ બાસ્કેટ ફળ-શાકભાજી, ફૂડ અને એફએમસીજી પ્રોડક્ટ વેચે છે

Divyabhaskar.com

May 17, 2019, 08:21 PM IST

મુંબઈઃ સ્પેન્સર્સ રિટેલ ગ્રોસરી એન્ડ ફ્રેશ ફ્રુટ સ્ટોર નેચર્સ બાસ્કેટને 300 કરોડ રૂપિયામાં ખરીદશે. કંપનીએ શુક્રવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે. નેચર્સ બાસ્કેટ ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી છે. 2005માં તેની શરૂઆત થઈ હતી. છેલ્લા નાણાંકીય વર્ષ(2018-19)માં કંપનીનું ટર્નઓવર 338.28 કરોડ રૂપિયા રહ્યું હતું.

દેશના 35 શહેરમાં સ્પેન્સર્સના રિટેલ સ્ટોર્સ

સ્પેન્સર્સ નેચર બાસ્કેટના સંપૂર્ણ 100 શેર ખરીદશે. તેના માટે શેરહોલ્ડર્સની મંજૂરી જરૂરી હશે. વોટિંગ માટે યોગ્ય શેરહોલ્ડર્સ નક્કી કરવા માટે 22 મે કટ-ઓફ-ડેટ રાખવામાં આવી છે.

સ્પેન્સર્સ આર પી સંજીવ ગોયનકા ગ્રુપનો હિસ્સો છે. દેશના 35 શહેરોમાં સ્પેન્સર્સના રિટેલ સ્ટોર છે. કંપનીનું મુખ્યાલય કોલકાતામાં છે. આ ફૂડ, પર્સનલ કેર, ફેશન અને ઈલેક્ટ્રિકલ કેટેગરીના ઉત્પાદ વેચે છે.

આર પી સંજીવ ગોયનકા ગ્રુપના સેકટર હેડ(રિટેલ એન્ડ એફએમસીજી) સાશ્વત ગોયનકાનું કહેવું છે કે નેચર્સ બાસ્કેટના ટેકઓવરથી દેશના પશ્ચિમી હિસ્સામાં સ્પેન્સર્સની પહોંચ વધશે. મુંબઈ, પુના અને બેંગલુરુંમાં નેચર્સના બાસ્ટેકના 36ના સ્ટોર છે. આ પ્રમુખ રેસિડેન્શિયલ લોકેશન્સ પર છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી