તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Soybean Prices Hit New Record Due To Boom In International Markets, Boom Could Prove Bird Flu

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્યતા:સોયાબીનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજીના કારણે નવા રેકોર્ડ પર પહોંચી, તેજીમાં બર્ડ ફ્લૂ બાધારૂપ સાબિત થઇ શકે

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વૈશ્વિક બજારમાં કોમોડિટીની બે તરફી મુવમેન્ટના કારણે ભારતના ખેડૂતોને સરવાળે નુકસાનનો ભોગ બનવું પડે છે. પરંતુ આ વખતે આવું નથી થયું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોયાબીનની ઉંચી કિંમતોના કારણે સોયાબીન ખેડૂતોને કમાણીના દિવસો આવ્યા છે. ગતવર્ષની તુલનામાં આ વર્ષે સોયાબીનનો પાક 15 ટકા જેટલો વધુ રહેવા છતાં સોયાબીનની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ચૂકી છે. જોકે, ખાદ્યતેલોની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દેશની સૌથી મોટી સોયાબીન મંડી ઇંદૌરના વેપારી એસોસિએશનના અધ્યક્ષ મનોજ કાલાએ જણાવ્યું કે ઇંદોર મંડીમાં એક માસ પહેલા સોયાબીનના ભાવ 4300 થી 4400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઇ રહ્યાં હતા જે અત્યારે વધીને રૂ.4600-4700 પ્રતિ ક્વિન્ટલ બોલાઇ રહ્યાં છે. જ્યારે સોયાબીનની આવકમાં ઘટાડો થયો નથી. એક માસ પહેલા પણ સોયાબીનની 8000-10000 બોરી દૈનિક આવી રહી હતી જે અત્યારે પણ આટલી જ આવક થઇ રહી છે.

સોયાબીનનું વાવેતર જૂનથી લઇ ઓગસ્ટ સુધી ચાલે છે. ઓક્ટોબરના અંતથી ડિસેમ્બર સુધી કાપણી કરવામાં આવે છે. ગતવર્ષે સોયાબીનનું ઉત્પાદન 93 લાખ ટન રહ્યું હતું જ્યારે આ વર્ષે 1.07 કરોડ ટન સોયાબીનનું ઉત્પાદન રહેવાનો અંદાજ છે. વધુ ઉત્પાદનના કારણે ખેડૂતોને નીચા ભાવ મળશે તેવો ભય સતાવી રહ્યો હતો પરંતુ ભાવ ઘટવાના બદલે વધ્યા છે. કોમોડિટી રિસર્ચ ફર્મ કેડિયા એડવાઇઝરીના એમડી અજય કેડિયાએ જણાવ્યું કે ચીન છેલ્લા અમુક મહિનાથી સતત ખરીદી કરી રહ્યું છે. સોયાબીનની મોટા પાયે આયાત કરી રહ્યું છે જેના કારણે સમગ્ર વિશ્વમાં સોયાબીનની કિંમતોમાં તેજી જોવા મળી છે. આ ઉપરાંત ખાદ્યતેલોની સતત વધી રહેલી કિંમતોના કારણે પણ સોયાબીનને સપોર્ટ મળી રહ્યો છે. ઓઇલ કંપનીઓ પણ વધુ પ્રોસેસીંગ કરી રહી છે જેના કારણે સ્થાનિક માગમાં વધારો થયો છે.

સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ડિસેમ્બરમાં સોયાતેલના જથ્થાબંધ ભાવ પ્રતિ લિટર દીઠ રૂ.108.5 હતા જે અત્યારે વધીને 114.50 થઇ ચૂક્યા છે. સોયાબીન પ્રોસેસર એસોસિએશન ઓફ ઇન્ડિયા (સોપા)ના નિર્દેશક ડીકે પાઠક જણાવે છે કે ઇન્ડસ્ટ્રીઝને સોયાબીનની વધી રહેલી કિંમતોથી કોઇ મુશ્કેલી નથી. કેમકે સોયાબીનના ભાવ વધી રહ્યાં છે સાથે સોયાતેલની કિંમતો પણ વધી રહી છે. વધુમાં નિકાસમાં મુશ્કેલી આવી રહી છે. જેનું મુખ્ય કારણ એ છે કે નિકાસ પર મળનાર સબસીડી બંધ થઇ ચૂકી છે. જ્યારે નવી સબસીડી અત્યાર સુધી ચાલુ થઇ નથી.

સોયાબીનની તેજીનાં કારણો

  • ચીન દ્વારા રેકોર્ડ ખરીદીના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ટોચ પર
  • પામ તેલમાં તેજીથી ખાદ્યતેલોની કિંમતોમાં વૃદ્ધિ, સોયાબીનનું પ્રોસેસીંગમાં વૃદ્ધિ
  • છેલ્લા છ માસથી સ્થાનિક પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝને વેગ મળ્યો, જેના પરિણામે સોયાબીનની માગ વધી

બર્ડ ફ્લૂ વધારી શકે છે મુશ્કેલી
સોયાબીન ખેડૂતો અને વેપારીઓ માટે બર્ડ ફ્લુ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જોકે, સોયાબીનની અડધો વપરાશ પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝમાં ચારામાં થાય છે. બર્ડ ફ્લૂના કારણે પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝને અસર પડશે તો સોયાબીનની કિંમતોમાં ઝડપી ઘટાડો પણ આવી શકે છે.

એમસીએક્સ પર સોયાબીનની કિંમત

મહિનોભાવ
જાન્યુઆરી4084
ફેબ્રુઆરી3200
માર્ચ3796
એપ્રિલ3810
મે3830
જૂન3714
જુલાઇ3780
ઓગસ્ટ4116
સપ્ટેમ્બર3866
ઓક્ટોબર4263
નવેમ્બર4415
ડિસેમ્બર4606
જાન્યુઆરી4747

(ભાવ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ દીઠ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser