દેશમાં જુલાઇ-સપ્ટેમ્બર 2022 દરમિયાન સ્માર્ટફોનનું વેચાણ 10 ટકાના ઘટાડા સાથે 43 મિલિયન રહ્યું હતું. જે ત્રણ વર્ષના તળિયે છે. માર્કેટ રિસર્ચ ફર્મ ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન અનુસાર જુલાઇ-સપ્ટેમ્બરના ક્વાર્ટર દરમિયાન કુલ સ્માર્ટફોનના વેચાણમાં 5જી સ્માર્ટફોનનો માર્કેટ શેર 36 ટકા રહ્યું હતું, જેમાં રૂ.32,000 કે તેથી વધુ કિંમત ધરાવતા કુલ 16 મિલિયન યુનિટ્સનું વેચાણ થયું હતું.
ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના વર્લ્ડવાઇડ ક્વાર્ટરલી મોબાઇલ ફોન ટ્રેકર રિપોર્ટ અનુસાર જુલાઇ-સપ્ટેમ્બર 2022 દરમિયાન ભારતના સ્માર્ટફોન માર્કેટમાં વેચાણ 10 ટકા ઘટીને 43 મિલિયન યુનિટ્સ રહ્યું હતું. દિવાળી તહેવાર છતાં પણ વર્ષ 2019 બાદથી આ સૌથી તળિયે જોવા મળ્યું હતું. માંગમાં ઘટાડો તેમજ કિંમતમાં વધારાથી તહેવારોમાં ખરીદીને અસર થઇ હતી.
ઇન્વેટરીમાં વધારો તેમજ તહેવારો પછી ચક્રિય માગમાં ઘટાડો થવાથી ડિસેમ્બર 2022ના ક્વાર્ટર દરમિયાન પણ વેચાણ મંદ રહેશે તેમજ વર્ષ 2022માં વાર્ષિક વેચાણ વધુ 8-9 ટકા ઘટાડા સાથે 150 મિલિયન યુનિટ્સ નોંધાશે.
ઓનલાઇન વેચાણ વધ્યું, ઓફલાઇન 20% ઘટ્યું
ઑનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા પ્લેટફોર્મ પ્રાઇઝિંગ, ઑનલાઇન એક્સક્લુસિવ ડીલ્સ તેમજ ઑફર્સ તથા ડિસ્કાઉન્ટથી આકર્ષિત થઇને યૂઝર્સે ઑફલાઇન કરતાં ઑનલાઇન સ્માર્ટફોનની ખરીદી કરવાને વધારે પ્રાધાન્ય આપ્યું હતું જ્યારે બીજી તરફ ઑફલાઇન વેચાણમાં વાર્ષિક સ્તરે 20 ટકાનો ઘટાડો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.