તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજારમાં સુધારો:રેન્જબાઉન્ડ શેર્સમાં ધીમો સુધારો 1844 શેર્સ વધ્યા, બ્રેડ્થ પોઝિટિવ

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BSE Mcap રૂ.255.58 લાખ કરોડની નવી ટોચે
  • ડોલર સામ રૂપિયો 10 પૈસા સુધરી 73.50 થયો
  • સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 175નો સુધારો
  • ગણેશ ચતુર્થી નિમિત્તે બજારો શુક્રવારે બંધ રહેશે

નવા બનાવોની ગેરહાજરીમાં રેન્જબાઉન્ડ શેરબજારોમાં ગુરુવારે પણ વોલ્યૂમ અને વોલેટિલિટી સંકડાયેલા રહેવા સાથે સેન્સેક્સ નિફ્ટીમાં ધીમો સુધારો રહ્યો હતો. સેન્સેક્સ સવારે 77 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યા બાદ એક તબક્કે 275 પોઇન્ટ ઘટી છેલ્લે 54.81 પોઇન્ટ સુધરી 53305.07 પોઇન્ટ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન 250 પોઇન્ટની વોલેટિલિટી વચ્ચે અથડાયેલા સેન્સેક્સની 30 પૈકી 17 સ્ક્રીપ્સમાં સુધારો અને 13 સ્ક્રીપ્સમાં ઘટાડો રહ્યો હતો.

સેન્સેક્સની આગેવાન હેઠળ ટેલિકોમ (2.40 ટકા), પાવર (1.63 ટકા), કેપિટલ ગુડ્સ (0.96 ટકા), એફએમસીજી (0.74 ટકા) અને સ્મોલકેપ મિડકેપ ઇન્ડેક્સ અડધા ટકા સુધી સુધર્યા હતા. જોકે, રિયાલ્ટીમાં અડધા ટકાનું કરેક્શન રહ્યું હતું. શુક્રવારે મોટાભાગના બજારો ગણેશ ચતૂર્થી નિમિત્તે બંધ રહેવાના કારણે પણ માર્કેટમાં મિનિ વેકેશન જેવો માહોલ રહ્યો હતો.

નિફ્ટી-50 પણ 15.75 પોઇન્ટના મામૂલી સુધારા સાથે 17369.25 પોઇન્ટ બંધ રહ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 10 પૈસાના સુધારા સાથે રૂ. 73.50ની સપાટીએ રહ્યો હતો.

  • યુકો બેન્ક 11 ટકા ઊછ‌ળ્યો: આરબીઆઇએ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્ક (PCAF)માંથી દૂર કરી હોવાના અહેવાલો પાછળ યુકો બેન્કનો શેર 10.69 ટકા સુધરી રૂ. 14.18 બંધ રહ્યો હતો.
  • માર્કેટબ્રેડ્થ પોઝિટિવ: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3350 પૈકી 1844 સ્ક્રીપ્સ સુધરી હતી સામે 1345 સ્ક્રીપ્સ ઘટી હતી. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી.
અન્ય સમાચારો પણ છે...