મજબૂત રોકાણ:એસઆઈપીનો ક્રેઝ વધ્યો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ડબલ

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈક્વિટી આધારિત સ્કીમ્સમાં નવ માસમાં કુલ 1.1 લાખ કરોડનું જંગી રોકાણ નોંધાયું

મ્યુચ્યુઅલ ફંડમાં મજબૂત એસઆઈપી રોકાણના પગલે ડિસેમ્બરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણો ડબલ થયાં છે. સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન તેમજ મલ્ટીકેપ ફંડ કેટેગરીમાં મજબૂત રોકાણોના પગલે ડિસેમ્બરમાં રૂ. 25 હજાર કરોડનું રોકાણ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નોંધાયું છે. સતત 10માં મહિને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધ્યું છે.

જુલાઈથી ડિસેમ્બર સુધી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઈક્વિટી આધારિત યોજનાઓમાં રોકાણ પ્રવાહ સતત જળવાઈ રહ્યો છે. માર્ચ, 2021થી અત્યારસુધીમાં ઈક્વિટી સ્કીમ્સમાં કુલ રૂ. 1.1 લાખ કરોડનું રોકાણ થયું છે. માસિક ધોરણે એસઆઈપી રોકાણ ડિસેમ્બરમાં રૂ. 11305 કરોડ નોંધાયું હતું. જે નવેમ્બરમાં 11005 કરોડ હતું. નવા એસઆઈપી એકાઉન્ટની સંખ્યા 13 લાખ વધી ડિસેમ્બરમાં 4.91 કરોડ થઈ છે. નવેમ્બરમાં 4.78 કરોડ હતી.

સામાન્ય રોકાણકારો સતત અને શિસ્તબદ્ધ રીતે રોકાણ સાથે વેલ્થ ક્રિએટ કરવા એસઆઈપી ઝડપથી અપનાવી રહ્યાં હોવાનું એમ્ફીના ચીફ એક્ઝિક્યુટીવ એનએસ વેંકટેશે જણાવ્યું હતું. રોકાણકારો સુરક્ષિત અને બેન્ક એફડી કરતાં આકર્ષક રિટર્નના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સતત વધારી રહ્યાં છે. ઉપરાંત ડિસેમ્બરમાં વિવિધ 20 એનએફઓ (ન્યૂ ફંડ ઓફરિંગ) લોન્ચ થયાં હતા. વધુમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)માં પણ રૂ. 313 કરોડનું રોકાણ નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...