તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતીપૂર્ણ રોકાણનો ટ્રેન્ડ:મ્યુચ્યુલ ફંડમાં એસઆઇપી AUM ઓલટાઇમ હાઇ 4.67 લાખ કરોડ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીધા ઇક્વિટીના બદલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારની સંખ્યા વધતા

કોરોના મહામારીમાં પણ સેવિંગ્સ રેશિયો પોઝિટવ જોવા મળી રહ્યો છે. માર્ચ-2020માં ઇક્વિટી માર્કેટમાં આવેલા જંગી ઘટાડા બાદ માર્કેટ સરેરાશ બમણું વધ્યું છે જેની સાથે-સાથે મ્યૂચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં પણ રોકાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ઇક્વિટી માર્કેટની અનિશ્ચિતત્તાને લઇને નવા પ્રવેશતા રોકાણકારો મ્યૂચ્યુઅલ ફંડમાં એસઆઇપીમાં રોકાણ કરી રહ્યાં છે. એસઆઇપી મે માસમાં ઓલટાઇમ હાઇ 4.67 લાખ કરોડની સપાટી પર પહોંચ્યું છે. એસઆઇપીમાં રોકાણ છેલ્લા પાંચ વર્ષમાં ચાર ગણું વધ્યું છે. 31 ઓગસ્ટ 2016ના રોજ એસઆઇપી એયુએમ રૂ.125394 કરોડની હતી જે વધીને 31 મેના અંતે રૂ.467366.13 કરોડ આંબી ગઇ છે. આમ સરેરાશ વાર્ષિક ધોરણે 30 ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો છે.

અમ્ફી દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, એસઆઈપી એયુએમ આ વર્ષે મે મહિનામાં ચાર ગણા ઉછાળા સાથે રૂ.4.67 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. વાર્ષિક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીના યોગદાનમાં પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન બે ગણો વધારો થયો છે, જે વર્ષ 2020-21માં રૂ., 96૦80 કરોડ થયો છે, જે વર્ષ 2016-17 દરમિયાન રૂ. 43921 કરોડ હતો. ઉપરાંત, માસિક એસઆઈપી યોગદાન મે 2021 સુધીમાં 2.52 ગણી ઝડપી વૃદ્ધિ નોંધાવી 8,819 કરોડ રૂપિયા પહોંચ્યું છે જે ઓગસ્ટ 2016માં માસિક રૂ.3497 કરોડ રહ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં, એસઆઈપીમાં પ્રથમ પાંચ મહિનામાં રૂ. 42,148 કરોડનું રોકાણ આવ્યું છે.

સતત ઘટી રહેલા બેન્કના વ્યાજદર સામે સતત વધી રહેલા ફુગાવાના કારણે રોકાણ માધ્યમ બદલવું નાના બચતકારોએ ઉચીત સમજ્યું છે. લાંબા ગાળાના ઉચ્ચત્તમ ગુણાત્મક વળતર, માત્ર મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસમાંથી જ આવી શકે છે. તેથી એમએફ એસેટ ક્લાસ પ્રત્યે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. અમ્ફીના ચીફ એક્ઝિક્યુટિવ એન એસ વેંકટેશે જણાવ્યું કે, નાના બચતકર્તાઓ બેંક થાપણોથી દૂર, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં બચત કરી રહ્યા છે, કારણ કે બેન્કના દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એસઆઈપીએ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા આપવામાં આવતી એક રોકાણ પદ્ધતિ છે જેમાં વ્યક્તિગત બચતકારણે નિયત સમયાંતરે પસંદ કરેલ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે.

મ્યૂચ્યૂઅલ ફંડમાં રોકાણકારોની સંખ્યા વધી 3.88 કરોડ
મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસ પ્રત્યે રિટેલ રોકાણકારોના રસમાં વૃદ્ધિ નોંધાઈ છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન એસઆઈપી ખાતા મે 2021 માં લગભગ ચાર ગણા ઉછાળા સાથે 3.88 કરોડ પર પહોંચી ગયા છે, જે એપ્રિલ 2016માં એક કરોડ જ હતા. મહિના-દર-મહિનાના ધોરણે નોંધાયેલા નવા એસઆઈપીની સંખ્યા, એપ્રિલ 2016 માં 5.88 લાખની સરખામણીએ 31 મે, 2021 સુધીમાં સરેરાશ ત્રણ ગણા ઉછાળા સાથે 15.48 લાખ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...