રોકાણની રેલમછેલ:વિદેશી રોકાણ મુદ્દે સિંગાપોર અવ્વલ, અમેરિકા બીજા ક્રમે

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોફ્ટવેર-હાર્ડવેર સેક્ટર વિદેશી રોકાણકારો માટે ભારત આકર્ષક

દેશમાં વિદેશી રોકાણ મુદ્દે સિંગાપોરે સતત ત્રીજા નાણાકીય વર્ષમાં 17.41 અબજ ડોલર રોકાણ સાથે ટોચનુ સ્થાન જાળવી રાખ્યુ છે. જ્યારે બીજા ક્રમે મોરિશિય્સનુ સ્થાન અમેરિકાએ લીધુ છે. 2020-21 દરમિયાન અમેરિકાએ 13.82 અબજ ડોલરનુ રોકાણ કર્યુ છે.

ડીપીઆઈઆઈટી દ્રારા જારી આંકડાઓ અનુસાર, ગત નાણાકીય વર્ષમાં મોરિશિય્સે ભારતમાં 5.64 અબજ ડોલરનુ રોકાણ કર્યુ હતું. જ્યારે યુઈએ દ્રારા 4.2 અબજ ડોલર, સાયમન આઈલેન્ડમાંથી 2.79 અબજ ડોલર, નેધરલેન્ડમાંથી 2.78 અબજ ડોલર, યુકેમાંથી 2.04 અબજ ડોલર, જાપાનમાંથી 1.95 અબજ ડોલર, જર્મનીમાંથી 667 મિલિયન ડોલર અને સાયપ્રસમાંથી 386 મિલિયન ડોલરનુ રોકાણ નોંધાયુ છે.

આ સાથે 2020-21માં એકંદરે કુલ વિદેશી સીધુ રોકાણ 19 ટકા વધી 59.64 અબજ ડોલર થયુ છે. વિદેશી રોકાણમાં વૃદ્ધિ પાછળ સરકારની સુધારાત્મક નીતિઓ જબાવદાર છે. 2020માં કોવિડ મહામારી બાદ સરકારે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે નીતિઓમાં પ્રોત્સાહક સુધારા કર્યા હતા. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના નિયમોમાં પણ રાહતો આપી હતી. જેના પગલે વિદેશી રોકાણ સતત વધી રહ્યુ છે. ઈક્વિટી, રિ-ઈન્વેસ્ટેડ આવકો અને મૂડી સહિત કુલ એફડીઆઈ 2019-20માં 74.39 અબજ ડોલર સામે વધી 2020-21માં 81.72 અબજ ડોલર નોંધાયુ છે.

2020-21માં કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરમાં સૌથી વધુ 26.14 અબજ ડોલરનુ વિદેશી રોકાણ જોવા મળ્યુ છે. જ્યારે કંસ્ટ્રક્શન-ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટમાં 7.87 અબજ ડોલર, સર્વિસ સેક્ટરમાં 5 અબજ ડોલરનુ રોકાણ નોંધાયુ છે.

અન્ય સમાચારો પણ છે...