• Gujarati News
  • Business
  • Silver Will Rise Above Gold In The New Year, Could Reach 85000, Gold Will Fluctuate Between 56000 60000

પોઝિટિવ ટ્રેન્ડ:નવા વર્ષે સોનાથી વધુ ચાંદીમાં તેજી આવશે, 85000 સુધી પહોંચી શકે, સોનું વધઘટે અથડાઇ 56000-60000 વચ્ચે રહેશે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઔદ્યોગિક માગમાં ઝડપી વૃદ્ધિના કારણે સોનાની તુલનામાં ચાંદીમાં રોકાણકારોને સારા રિટર્નની આશા
  • ગોલ્ડ-સિલ્વર રેશિયો 113ના સ્તરેથી અત્યારે 77 છે જે એક દાયકાની સરેરાશ કરતાં પણ હજુ વધુ માટે ચાંદીમાં તેજીના સંકેત

આ વર્ષે સોનામાં રિટર્નની બાબતમાં ભલે અન્ય રોકાણ વિકલ્પો પર ભારે પડ્યું હોય પરંતુ આગામી વર્ષે ચાંદી પીળી ધાતુ પર ભારે પડવા જઇ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચાંદીના પક્ષમાં તેજીનો ટ્રેન્ડ બની રહ્યો છે. જેના પરિણામે ચાંદી નવા વર્ષમાં સોનાની તુલનામાં સૌથી વધુ ઉછળી 85000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર પહોંચી શકે છે. જ્યારે સોનું નવા વર્ષે 55000-60000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વચ્ચે રહી શકે છે.

કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું કે માર્ચમાં ગોલ્ડ સિલ્વર રેશિયો 112.93ના રેકોર્ડ સ્તર પર હતો ત્યારથી તેમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે આ રેશિયો 76.60 છે જોકે હજુ પણ 10 વર્ષની સરેરાશથી વધુ છે. વધુમાં તેઓએ જણાવ્યું કે ગોલ્ડ-સિલ્વર રેશિયોમાં ઘટાડો દર્શાવે છે કે અર્થવ્યવસ્થામાં અનિશ્ચિત્તા ઘટી રહી છે અને આર્થિક ગતિવિધીઓમાં સુધારો થઇ રહ્યો છે. આર્થિક ગતિવિધિઓમાં વધારો થશે તો ઔદ્યોગિક ગતિવિધિઓ પણ વધશે. જેનાથી ચાંદીની માગમાં વૃદ્ધિ થશે.

કેડિયાએ જણાવ્યું કે અમને આશા છે કે નવા વર્ષમાં ગોલ્ડ-સિલ્વર રેશિયો 63 સુધી પહોંચી જશે. જેના કારણે ચાંદીની કિંમત વધી 85000-90000 હજાર પ્રતિકિલોગ્રામ થઇ શકે છે. જ્યારે એન્જલ બ્રોકિંગના વાઇસ પ્રેસીડેન્ટ રિસર્ચ અનુજ ગુપ્તાએ જણાવ્યું કે ઔદ્યોગિક માગમાં વધારો થવાના કારણે ચાંદીની કિંમતો વધશે જ, આ ઉપરાંત સ્થાનિક સ્તર પર ચાંદીના ઘરેણાની માગના કારણે પણ ભાવમાં વધારો થવાની સંભાવના છે. સોનાની કિંમત ઘણી ઉંચી છે જેના કારણે એક મોટો વર્ગ છે જે સોનાની જગ્યાએ ચાંદીના ઘરેણા ખરીદશે. આના કારણે ચાંદીની માગમાં ઝડપી વૃદ્ધિ થશે. ચાંદી આગામી વર્ષે 85000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી શકે છે.

ચાંદીની તેજીને આગળ વધારતાં મુખ્ય ત્રણ કારણો
1. ઓદ્યોગિક માંગ| ચાંદીનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાંદીની ઔદ્યોગિક માગ વધી છે. કોરોના વેક્સીન પછી વિશ્વભરમાં ઔદ્યોગિક ઉત્પાદન વધવાની આશા છે. જેના કારણે ચાંદીની માગ વધશે અને સફેદ ધાતુની કિંમતોમાં પણ વૃદ્ધિ થશે.
2. સોનાની તુલનામાં ભાવ નીચા| ચાંદીની તુલનામાં સોનાની કિંમતો 2020માં સૌથી વધુ વધી છે. આ વર્ષની સરેરાશ જોઇએ તો સોના અને ચાંદીની કિંમતોમાં સરેરાશ 62નો તફાવત રહ્યો છે. જે અત્યારે પણ 76થી વધુ છે. એટલે ચાંદીની કિંમતોમાં ઝડપી તેજી જોવા મળી શકે છે.
3. જ્વેલરી તથા ગિફ્ટની માગ : સોનાની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી હોવાના કારણે ચાંદીના ઘરેણાની માગ વધવાની આશા છે. હિરા અને ચાંદીથી બનેલ જ્વેલરી પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. જેના કારણે ચાંદીની માગમાં વધારો થશે. આ ફેક્ટર તેજીને વેગ આપશે.

જેમ્સ-જ્વેલરી સેક્ટરનું દેવું 26% ઘટી 7.75 અબજ ડોલર રહ્યું
કોરોના મહામારીના કારણે જેમ્સ-જ્વેલરી સેક્ટરમાં વેપાર સાવ ઠપ થઇ ગયા હતા જેના કારણે સેક્ટરના દેવામાં વધારો થયો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી સ્થિતિમાં સુધારો થતા સેક્ટરનું દેવું 26 ટકા ઘટી 7.75 અબજ ડોલર રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...