• Gujarati News
  • Business
  • Silver Shines More Than Gold, Silver Import In The Country Increased 41.5 Times In 8 Months

ચાંદી ચમકી:સોના કરતા ચાંદીમાં ચમક વધી, દેશમાં 8 મહિનામાં ચાંદીની આયાત 41.5 ગણી વધી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં મજબૂત માંગથી વૈશ્વિક ચાંદીનો સ્ટોક 2016 બાદના સૌથી નીચલા સ્તરે

સોનાની ઉંચી કિંમતોના કારણે ભારતમાં ચાંદીનો વપરાશ જ્વેલરી સેગમેન્ટમાં ઝડપભેર વધવા લાગ્યો છે જેના કારણે ભારતમાં ચાંદીનો વપરાશ આ વર્ષે લગભગ 80% જેટલો રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાની ધારણા છે. દેશમાં આ વર્ષે માત્ર આઠ મહિનામાં ચાંદીની આયાત 41 ગણાથી વધુ વધીને 6,370 ટન થઈ છે. આજ કારણ છે કે લંડનથી હોંગકોંગ સુધીના બુલિયન ટ્રેડર્સના વોલ્ટમાં ચાંદીની ઈન્વેન્ટરી ઘટી છે.

સપ્ટેમ્બરના અંતે લંડનની તિજોરીઓમાં ચાંદીનું હોલ્ડિંગ ઘટીને 27,101 ટન થઈ હતી, જે 2016 પછી સૌથી નીચલા સ્તરે છે. વધુમાં રોકાણકારો પણ સોનાથી ડાયવર્ટ થઇ ચાંદી તરફ આકર્ષાયા છે. વર્ષમાં ચાંદીની કિંમતમાં સરેરાશ 15-20 ટકાની અપડાઉન જોવા મળે છે જેના કારણે રોકાણકારોમાં આકર્ષણ વધ્યું છે.

લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) અનુસાર, 2020 અને 2021માં ભારતીયો ચાંદીના સૌથી ઓછા ખરીદદારો હતા. કોવિડ -19 મહામારીના કારણે સપ્લાય ચેઇન અને માંગને અસર થઈ હતી. ગયા વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળાથી કોવિડ સંબંધિત પ્રતિબંધો હળવા કર્યા પછી મોટી સંખ્યામાં લોકો સોનું ખરીદવા માટે જ્વેલરી સ્ટોર્સ પર પહોંચ્યા હતા. આ કારણે સોનાનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું પરંતુ ચાંદીની માંગ માત્ર 25% વધી હતી. પરંતુ આ વર્ષે ચાંદીના વેચાણમાં ઝડપથી વધારો થયો છે.

ચાંદીની માંગ 8000 ટન કરતાં વધી શકે, રોકાણમાં વૃદ્ધિ
બુલિયન ટ્રેડર્સનું માનવું છે કે આ વર્ષે દેશમાં ચાંદીની ખરીદી ગત વર્ષની સરખામણીમાં 77.8% વધીને 8000 ટનની ઉપર જઈ શકે છે. જે એપ્રિલના 5900 ટનના અંદાજ કરતાં 35.6% વધુ છે. ગયા વર્ષે દેશમાં આશરે 4500 ટન ચાંદીની આયાત કરવામાં આવી હતી.

જાન્યુઆરીથી ઓગસ્ટમાં 6370 ટન આયાત કરાઇ
વાણિજ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે 6370 ટન ચાંદીની આયાત કરવામાં આવી હતી. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1534 ટન ચાંદીની આયાત કરતા 41.5% વધુ છે. 2021 ના ​​સમગ્ર વર્ષ માટે કુલ 2803.4 ટન ચાંદીની આયાત કરવામાં આવી હતી.

ત્રણથી ચાર મહિના સુધી માંગ મજબૂત રહી શકે
દેશમાં આ વર્ષે અત્યાર સુધી ચાંદીની માંગમાં વધારો થવાનું મુખ્ય કારણ પેન્ટ અપ ડિમાન્ડની અસર છે. મેટલ્સ ફોકસના પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ ચિરાગ શેઠના જણાવ્યા અનુસાર ભારતમાં ચાંદીની માંગ સ્થિર થતાં પહેલાં આગામી ત્રણ-ચાર મહિના સુધી મજબૂત રહી શકે છે. પરંતુ 2023માં વપરાશ આ વર્ષ જેટલો મજબૂત રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...