• Gujarati News
  • Business
  • Silver Price Could Reach ~ 1.5 Million In 3 Years, 250% Return Possible By End Of 2024

ભાસ્કર વિશેષ:3 વર્ષમાં ચાંદીનો ભાવ ~ દોઢ લાખ સુધી પહોંચી શકે, 2024ના અંત સુધી 250% રિટર્ન શક્ય

મુંબઇ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સહિત દુનિયાભરમાં વ્યાજદર વહેલા કે મોડા વધવાની આશંકાથી શેરમાર્કેટની તેજી થંભી જવાની શક્યતા છે. બીજી તરફ એવું મનાય છે કે આ વર્ષે ત્રીજી લહેર બાદ કોરોના મહામારી ખતમ થઇ જશે. એવામાં અનિશ્ચિતતા ઘટશે અને સોનાને એડિશનલ સપોર્ટ મળવાનું ઓછું થઇ જશે. આ દરમિયાન મોંઘવારી લોકોના ખિસ્સા કાપતી રહેશે, જેનાથી બચવા ચાંદી તગડું હેજિંગ ટૂલ સાબિત થઇ શકે છે.

મોટા ભાગના વિશ્લેષકોનું માનવું છે કે આ વર્ષે અને હજુ કેટલાંક વર્ષો સુધી ચાંદીમાં જોરદાર તેજીનો ટ્રેન્ડ રહેશે, કેમ કે ચાંદીમાં રોકાણ વધવાની સાથોસાથ ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને સોલર સેક્ટરમાં માગમાં વૃદ્ધિ વચ્ચે માઇનિંગ જરૂરિયાતથી ઓછું થઇ રહ્યું છે. કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાના અનુમાન પ્રમાણે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ચાંદી 80 હજાર રૂ. અને આગામી 3 વર્ષમાં દોઢ લાખ રૂ.નું લેવલ જોઇ શકે છે.

હાલ એક કિલો ચાંદીનો ભાવ 61 હજાર રૂ.ની આસપાસ છે. આ હિસાબે ચાંદી આ વર્ષે 33%થી વધુ અને 3 વર્ષમાં 250% સુધી રિટર્ન આપી શકે છે. પૃથ્વી ફિનમાર્ટના ડાયરેક્ટર મનોજકુમાર જૈનનું અનુમાન છે કે ચાંદી આ વર્ષે 74 હજાર અને 3 વર્ષમાં 1 લાખ રૂ.ના લેવલે પહોંચી શકે છે. આ અનુમાનના હિસાબે પણ ચાંદીમાં રોકાણથી 3 વર્ષમાં 67%થી વધુ રિટર્ન મળવાની શક્યતા છે.

ચાંદીમાં જોરદાર તેજીની શક્યતા પાછળનાં 3 મોટાં કારણ 1 જે હિસાબે માગ વધી રહી છે તેટલી ઝડપથી માઇનિંગ નથી વધી રહ્યું. 2018-20 દરમિયાન માઇનિંગ સતત ઘટતું રહ્યું. 2 ઓટોમોબાઇલ, સોલર અને ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીમાં ચાંદીની વધારાની ડિમાન્ડ નીકળી રહી છે અને વાર્ષિક ધોરણે વધી રહી છે. 3 અમેરિકા ગ્રીન (પર્યાવરણને અનુકૂળ) ટેક્નોલોજીને સપોર્ટ કરે છે, જેમાં ચાંદીનો વધુ ઉપયોગ થાય છે.

5 વર્ષથી માગ વધી રહી છે પણ પુરવઠો સ્થિર
લંડન સ્થિત સિલ્વર ઇન્સ્ટિ.ના આંકડા મુજબ છેલ્લાં 5 વર્ષથી ચાંદીની વૈશ્વિક માગ સતત વધી રહી છે. માત્ર 2020નું વર્ષ અપવાદ રહ્યું. 2020ની તુલનામાં 2021માં રોકાણ માટે ચાંદીની માગ 26% વધી અને 2019ની તુલનામાં ચાંદીમાં રોકાણ 36% વધ્યું છે. જોકે 2017 બાદ ચાંદીનું માઇનિંગ ઘટ્યું છે. 2022માં માઇનિંગ વધવાનો અંદાજ છે પરંતુ તે પણ 2017ની તુલનામાં વધુ નહીં હોય.


અન્ય સમાચારો પણ છે...