તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોમોડિટી:ચાંદી 2000 વધી રૂ.66500, સોનામાં રૂ.500નો સુધારો

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોના-ચાંદીમાં ફરી તેજીનો ટ્રેન્ડ શરૂ થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું લાંબા સમયગાળા બાદ 1970 ડોલરની સપાટી કુદાવી 1978 ડોલર પહોંચતા અને ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 16 પૈસા નબળો પડી 73.64 બોલાઇ ગયો છે જેના કારણે અમદાવાદ ખાતે ચાંદીમાં ઝડપી 2000 ઉછળી રૂ.66500 બોલાઇ ગઇ છે. જ્યારે સોનામાં 500ના સુધારા સાથે રૂ.53500 બોલાતું હતું. સોના-ચાંદીની વધઘટ વૈશ્વિક બજારોની મૂવમેન્ટ તથા ફોરેક્સ માર્કેટ પર નિર્ભર રહી છે.

કોરોના મહામારીને સાત માસથી વધુ સમય વીતી ચૂક્યો છતાં હજુ એક પણ દેશમાં કોરોના વેક્સીનની રસી બજારમાં આવી નથી. જોકે, દાવેદારી અનેક દેશોએ કરી છે અને હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યાં છે. જ્યાં સુધી બજારમાં નહિં આવે ત્યાં સુધી બૂલિયન માર્કેટમાં તેજીનો ટોન ચાલુ રહેશે તેવું બૂલિયન એનાલિસ્ટોનું કહેવું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઉપરમાં 2050 ડોલર અને ચાંદી 29 ડોલરની સપાટી ઉપર બોલાયા બાદ છેલ્લા એક માસથી નજીવી રેન્જમાં અથડાઇ રહ્યાં છે. અત્યારે સોનું 1975 ડોલર અને ચાંદી 27.78 ડોલર ક્વોટ થતી હતી. નવી દિલ્હી ખાતે સોનું 424 વધી રૂ.53019 અને ચાંદી 1013 વધી રૂ.70000ની સપાટી કુદાવી 70743 બોલાઇ રહી છે. મુંબઇ ખાતે સોનું 51893 તથા ચાંદી 66758 ક્વોટ થતી હતી.

ક્રૂડઓઇલમાં પણ સુધારા તરફી ટ્રેન્ડ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ફરી નજીવું વધી 40 ડોલરની સપાટી ક્રોસ કરી 40.05 અને ડબલ્યુટીઆઇ ક્રૂડ 37.78 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. સાઇડ બજારોની તેજી પાછળ ક્રૂડમાં સુધારો છે. માંગ ઠંડી રહી હોવાથી ઝડપી તેજીની શક્યતા નહિંવત્ છે.

અન્ય સમાચારો પણ છે...