તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાહત:નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મળી રહ્યા છે રિકવરીના સંકેતો, FMCG કંપનીઓએ ભરતી શરુ કરી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • FMCG કંપનીઓ સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન સાથે જોડાયેલા લોકોની માગ કરી રહી છે
  • રિવર્સ માઈગ્રેશન અને મનરેગા ફંડમાં વધારો થતાં વપરાશમાં વધારો થવાની અપેક્ષા

ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (FMCG) કંપનીઓ અને તેમના ભાગીદારોએ નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ભરતી કરવાનું શરૂ કર્યું છે. તેનું કારણ એ છે કે આ વિસ્તારોમાં રિકવરીના સંકેતો છે. હાયરિંગ પ્રક્રિયા પર નજર રાખતા રેન્ડસ્ટેડ ઈન્ડિયા અને ટીમલીઝના અધિકારીઓ કહે છે કે FMCG કંપનીઓએ ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ઓટો કંપનીઓને હાયરિંગની ઉતાવળ નથી
તેનાથી વિપરિત, ઓટો કંપનીઓ અને તેમના ડીલરોને હાયરિંગની ઉતાવળ નથી. ઓટો સેક્ટરમાં મે મહિનામાં ટ્રેક્ટર સિવાયના તમામ વાહન સેગમેન્ટના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. ઓટો સેકટરમાં સ્કિલ્ડ મેનપાવર જરૂરી છે, જ્યારે FMCGમાં સેમી સ્કિલ્ડ મેનપાવરની હાયરિંગ થાય છે. ઓટોમોટિવ સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ નિકુંજ સંઘીએ જણાવ્યું હતું કે, FMCG કંપનીઓને સ્કિલ્ડ લોકોની જરૂર નથી, જ્યારે આ ઓટો ડીલરશીપ માટે તે જરૂરી છે. નિકુંજના જણાવ્યા અનુસાર ઓટો સેક્ટર બે થી ત્રણ અઠવાડિયામાં લોકોને નોકરી આપી શકશે.

સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન સંબંધિત લોકોની માગ વધુ છે
રેન્ડસ્ટેડ ઈન્ડિયાના યશાબ ગિરી કહે છે કે છેલ્લા એક મહિનામાં દેશના કેટલાક ભાગોમાં લોકડાઉન સમાપ્ત થયા બાદ FMCG કંપનીઓ લોકોને હાયર કરી રહી છે. FMCG કંપનીઓ ગ્રામીણ વિસ્તારો માટે સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન સંબંધિત લોકોની માગ કરી રહી છે. ટીમલીઝના સુદીપ સેન કહે છે કે, કંપનીઓ હાયરિંગ કરતી વખતે નાના શહેરોની જરૂરિયાતોને સમજવા માંગે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, રિવર્સ માઈગ્રેશન અને મનરેગા ફંડમાં વધારાના કારણે FMCG કંપનીઓએ હાયરિંગ ઝડપી બનાવ્યું છે.

ગ્રામીણ વિસ્તારોમાં વપરાશમાં વધારો થવાની ધારણા
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE)ના ડેટા દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધવાના કારણે બેકારીનો દર 21 જૂનના રોજ પૂરા થતાં સપ્તાહમાં 7.3% થઈ ગયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન શહેરી બેરોજગારીનો દર 11.2% રહ્યો છે. આ સંકેતોથી ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ વધવાની અપેક્ષા છે. આ સાથે, કંપનીઓ કેટલાક વિસ્તારોમાં વેચાણ વધારશે તેવી અપેક્ષા છે. FMCG કંપનીઓનું એક તૃતીયાંશ અને ઓટોમોબાઈલ કંપનીઓ 20% વેચાણ ગ્રામીણ વિસ્તારોમાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો