નિવેદન / શિવસેનાએ કહ્યું- રાહુલ, પ્રિયંકાએ ખૂબ મહેનત કરી, કોંગ્રેસ સંસદમાં મજબૂત વિપક્ષ બનશે

Shiv Sena said, Rahul, Priyanka have worked hard, Congress will be strong opposition in Parliament

  • લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા 11 એપ્રિલથી 19 મેની વચ્ચે સાત તબક્કામાં પુર્ણ થઈ હતી
  • એક્ઝિટ પોલ્સમાં ભાજપ-એનડીએને બહુમતી, 23 મેના રોજ પરિણામો જાહેર થશે

Divyabhaskar.com

May 21, 2019, 07:04 PM IST

મુંબઈઃ શિવસેનાએ મંગળવારે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સંસદમાં એક મજબૂત વિપક્ષ સાબિત થશે. તેના અધ્યક્ષ રાહુલ ગાંધી અને નેતા પ્રિયંકા ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ખૂબ જ મહેનત કરી છે. શિવસેનાએ કહ્યું અમે એક્ઝિટ પોલના પરિણામો પર જવા માંગતા નથી. પરંતુ લોકોનો ઉત્સાહ અને મહારાષ્ટ્રમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તેનાથી સમગ્ર સ્થિતિ સ્પષ્ટ છે. એવામાં એ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ફરી એક વા સતામાં આવી રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપ અધ્યક્ષ અમિત શાહના આમંત્રણ પર દિલ્હી પહોંચી ગયા. શાહએ એનડીએના સાથી પક્ષોને ડીનર માટે બોલાવ્યા છે.

રાહુલ આ વખતે વિપક્ષ તરીકે સફળ રહેશે- શિવસેના

પાર્ટીએ કહ્યું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ખરેખર ખૂબ જ મહેનત કરી છે. તે મજબૂત વિપક્ષ તરીકે સફળ રહેશે. 2014ની ચૂંટણીમાં તેમની પાર્ટીની પાસે આટલા નંબર પર ન હતા. તેમ છતાં તે વિપક્ષમાં હતા. આ વખતે પણ વિપક્ષના નેતા કોંગ્રેસમાંથી હશે. તેને રહુલની સફળતા માનવામાં આવશે.

સોમવારે એક્ઝિટ પોલ્સના પરિણામોમાં ભાજપ-એનડીએને બહુમતી મળતી જોવા મળી રહી છે. મોટા ભાગના પોલ્સમાં વડાપ્રધાન મોદીને સ્પષ્ટ બહુમતી આપવામાં આવી છે. 11 એપ્રિલથી 19 મેની વચ્ચે સાત તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન સંપન્ન થયું. 23 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

X
Shiv Sena said, Rahul, Priyanka have worked hard, Congress will be strong opposition in Parliament
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી