ભાસ્કર રિસર્ચ:2022માં ઝોમેટો, પોલિસીબઝાર, નાયકા, પેટીએમના શેર સરેરાશ 60 ટકા સુધી ઘટ્યા

મુંબઇ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ન્યૂએજ ટેક કંપનીઓમાં ઘટાડાનો ટ્રેન્ડ જળવાઇ રહે તેવી સંભાવના

ભારતીય શેરબજારમાં ગતવર્ષમાં લિસ્ટ થયેલા નવા સ્ટાર્ટઅપ્સ ઝોમેટો,પોલિસી બઝાર,નાયકા અને પેટીએમ માટે ખરાબ સમય ચાલી રહ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધી આ શેરોમાં 60 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. શેરમાં ઘટાડાના કારણ તેમના માર્કેટ કેપમાં ભારે ઘટાડો થયો છે અને આ ટ્રેન્ડ આગળ જતા પણ ચાલુ રહેવાની ધારણા છે તેવો નિર્દેશ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે.

પોલિસીબઝાર (પીબી ફિનટેક), નાયકા (FSN ઈ-કોમર્સ વેન્ચર) અને પેટીએમ(વન 97 કોમ્યુનિકેશન)નવેમ્બર 2021માં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા હતા. જ્યારે ઝોમેટોના શેર ગયા વર્ષે 27 જુલાઈના રોજ ટ્રેડિંગ શરૂ કર્યું હતું. ઉપરોક્ત માંથી ત્રણ નાયકા, પેટીએમ અને ઝોમેટોનો આ વર્ષે ફેબ્રુઆરીમાં નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધી તેમના રોકાણકારો નિરાશ થયા છે.

પેટીએમનું વેલ્યુએશન ત્રણ ચતુર્થાંશ ઘટ્યું
લિસ્ટિંગ બાદ સૌથી ખરાબ હાલત પેટીએમની ઓપરેટિંગ કંપની વન 97 કોમ્યુનિકેશનની છે. નવેમ્બર 2021થી આ કંપનીનું મૂલ્યાંકન 75 ટકાથી વધુ ઘટ્યું છે. ઝોમેટોનું માર્કેટ કેપ પણ શુક્રવારે અડધાથી પણ ઓછું ઘટીને રૂ. 47,625 કરોડ થયું હતું. વર્ષની શરૂઆતમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 1.11 લાખ કરોડથી વધુ હતું. દરમિયાન, પોલિસીબજાર અને નાયકાના વેલ્યુએશનમાં પણ 30-40%નો ઘટાડો થયો છે.

આગામી 5 વર્ષ સુધી નફામાં આવવાની સંભાવના નથી
નવા જમાનાની આ ટેક્નોલોજી કંપનીઓના શેરમાં જંગી ઘટાડાનું સૌથી મોટું કારણ એ છે કે આ કંપનીઓ લાંબા સમય પછી નફાકારક બનશે. એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એસ રંગનાથને જણાવ્યું હતું કે આ કંપનીઓએ નવી ટેક્નોલોજીની મદદથી એક નવું બજાર ઊભું કર્યું છે. હું સમજુ છુ કે ઝોમેટો, પોલિસીબઝાર અને પેટીએમને નફો મેળવવામાં હજુ પાંચ વર્ષનો સમયગાળો લાગી જશે. રોકાણકારોને આ વાત ધીમે-ધીમે સમજમાં આવી રહી છે અને પરિણામ સામે છે. રંગનાથના મતે નાયકાની વાત અલગ છે. આ કંપની નફો કમાય છે પરંતુ તેનું વેલ્યુએશન વધુ છે.

પેટીએમ,નાયકા- ઝોમેટો નિફ્ટી-50 નો હિસ્સો
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ વર્ષના ફેબ્રુઆરીના અંતમાં નિફ્ટી નેક્સ્ટ 50માં પેટીએમ, નાયકા અને ઝોમેટોનો સમાવેશ કર્યો હતો. નિફ્ટી 50 માં સમાવિષ્ટ કંપનીઓ પછી જ શ્રેણીમાં આવે છે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...