શેર બજાર:શેરબજાર 7 પોઇન્ટ મામુલી વધી 49,751 પર બંધ; મેટલ, એનર્જી અને ઈન્ફ્રા સેક્ટરના શેરોમાં ભારે તેજી

મુંબઈએક વર્ષ પહેલા

ભારે અફરા તફરી વચ્ચે ભારતીય શેરબજાર મામુલી સુધારા સાથે બંધ આવ્યું છે. બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ મામુલી સાત પોઇન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. આ સાથે શેરબજારમાં છેલ્લા પાંચ સેશનથી ચાલી આવતી મંદીને બ્રેક લાગી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં આશરે એક ટકાનો સુધારો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 7.09 પોઇન્ટ વધીને 49,751.41 અને નિફ્ટી 32.10 એટલે કે 0.22 ટકા સુધરી 14,707.80 પર બંધ રહ્યા હતા. મેટલ, એનર્જી અને ઈન્ફ્રા સેક્ટરના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી. ONGC, ઈન્ડસઈન્ડ, L&T, SBI,ટાઈટન, સનફાર્મા, ટીસીએસના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી. જોકે મારુતિ, બજાજ-ઓટો, એચડીએફસી બેન્ક, એચસીએલ બેંક, એશિયન પેઇન્ટના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળતું હતું.

બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરની મંદી બાદ કેટલાક પસંદગીના શેરોમાં વ્યાપક પ્રમાણમાં ખરીદદારી નિકળી હતી. સેન્સેક્સની 30 પૈકી 20 કંપનીના શેરોમાં તેજી જ્યારે 10 કંપનીના શેરોમાં મંદી જોવા મળતી હતી. BSE ખાતે કુલ 3,081 સ્ક્રીપમાં કામકાજ થયું હતું,જે પૈકી 1,690 સ્ક્રીપમાં તેજી જ્યારે 1,232 સ્ક્રીપમાં મંદીમય માહોલ જોવા મળ્યો હતો. જોકે 159 સ્ક્રીપના ભાવ સ્થિર રહ્યા હતા.

બેન્કેક્સ 140 પોઇન્ટ ઘટીને 35,117 પર રહ્યો હતો, જ્યારે મેટલ ઈન્ડેક્સમાં સૌથી સારો દેખાવ નોંધાવનારમાં તાતા સ્ટીલના શેર આશરે છ ટકા વધ્યા હતા.

NSE ખાતે ઉપલબ્ધ માહિતી પ્રમાણે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)એ રૂપિયા 893.25 કરોડ જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 919.88 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

જાપાન, હોંગકોંગના શેરબજારોમાં તેજી

વૈશ્વિક બજારોમાં મંગળવારે ભારે વધઘટ થઈ હતી. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 138 પોઇન્ટ વધી 30,156 પર બંધ રહ્યો છે. એવી જ રીતે હોંગકોંગનો હેંગસેંગ 366 પોઇન્ટ વધી 30,686 પર અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 49 પોઇન્ટ ઉપર 7,110 પર બંધ રહ્યા છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝીટ અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પર બંધ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...