તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • The Market Ran Faster Than The Economy; The Nifty Rose From 7,600 To 15,700 And The Sensex From 26,000 To 52,300. Learn From An Expert How This Happened.

14 મહિનામાં બજાર 106%થી વધુ વધ્યુ:અર્થવ્યવસ્થા કરતા ઝડપી દોડ્યું બજાર; નિફ્ટી 7,600થી 15,700 અને સેન્સેક્સ 26,000થી 52,300 પર પહોંચ્યો, એક્સપર્ટ પાસેથી જાણો આ કઈ રીતે થયું?

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 2.75 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

ભારતીય શેરબજાર રેકોર્ડ સ્તર પર કારોબાર કરી રહ્યાં છે. સેન્સેક્સ 52300 અને નિફ્ટી 15700ની પાર પહોંચી ગયો છે. બીજી તરફ કોરોનાની બીજી લહેર પછી લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થા ધીમી પડી ગઈ છે. આ મહામારીની અસર છે. તેના પગલે દેશનો આર્થિક ગ્રોથ એટલે કે GDP ચાર દાયકાના નીચલા સ્તરે આવી ગયો.

હવે સવાલ એ છે કે આર્થિક ગ્રોથ નબળો પડવા છતાં બજારમાં તેજી શાં માટે છે?
અમે 3 એક્સપર્ટ્સ સાથે વાતચીત કરી છે. તેમાં ગ્લોબલ મામલાઓના જાણકાર અજય બગ્ગા, શેરમાર્કેટ એક્સપર્ટ અવિનાશ ગોરક્ષકર અને ઈક્ર રેટિંગના ઈકોનોમિસ્ટ અદિતિ નાયર સામેલ છે. તેમનુ માનવું છે કે બજારમાં હાલ દેખાઈ રહેલી તેજી ભવિષ્યમાં થનારા આર્થિક સુધારાઓના કારણે છે. વેક્સિનેશન વધવાથી પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવશે. બીજી લહેર દરમિયાન અગાઉના લોકડાઉન જેવી સખ્તાઈ પણ રહી નથી. આ વખતે ઈન્ડસ્ટ્રીયલ કામકાજમાં થોડી છુટ પણ આપવામાં આવી છે. એવામાં આવનારા દિવસોમાં અર્થવ્યવસ્થામાં તેજી આવે તેવી શકયતા છે.

આર્થિક મોર્ચા પર સારા સંકેતના પગલે શેરબજારનો અગ્રણી ઈન્ડેક્સ સેન્સેક્સ આ વર્ષે 2021માં 8 જૂન સુધી 9.6 ટકા અને નિફ્ટી 12.7 ટકા વધ્યો છે. આ દરમિયાન મિડકેપ શેરોએ સૌથી વધુ 27 ટકાનું રિટર્ન આપ્યું. વર્ષ દરમિયાન બજાર બેગણુ વધ્યું છે, કારણ કે દેશમાં ઘરેલુ રોકાણકારોની સંખ્યાની સાથે-સાથે વિદેશી રોકાણકારોનું રોકાણ પણ વધ્યું છે.

આગળ ઈકોનોમિમાં સુધારાથી શેરબજારને કઈ રીતે સપોર્ટ મળશે. પહેલા તેને સમજીએ છીએ, જેના માટે અમે 3 એક્સપર્ટ્સની સાથે વાત કરી...

શેરબજારમાં રેકોર્ડ તેજીનું કારણ જાણો

  • વિદેશી શેરબજારોમાં પોઝિટિવ ગ્રોથ
  • બોન્ડ માર્કેટમાં આવેલી સ્થિરતાનો ફાયદો
  • કોરોનાના મામલામાં સતત ઘટાડો
  • દેશમાં વેક્સિનેશનની ગતિમાં તેજી
  • કંપનીઓએ ચોથા ત્રિમાસિકના મજબૂત પરિણામ બહાર પાડ્યા

ડિપોઝિટરીઝ ડેટા મુજબ ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 2.75 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, જે બે દસકામાં સૌથી વધુ છે. બીજી તરફ સમગ્ર ફાઈનાન્શિયલ વર્ષમાં બ્રોકરેજ કંપનીઓએ ગત વર્ષ એપ્રિલથી 31 મે 2021 સુધી દર મહિને સરેરાશ 13 લાખ નવા ડીમેટ એકાઉન્ટ ખોલ્યા છે. 31 મે સુધી દેશમાં કુલ 6.9 કરોડ ડિમેટ એકાઉન્ટ હતા.

BSEની માર્કેટ કેપ 230 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે, જે દેશની GDPથી વધુ છે. માર્કેટ એક્સપર્ટ અજય બગ્ગાના જણાવ્યા મુજબ GDP એક તસ્વીર છે અને માર્કેટ કેપ ફ્લોને દર્શાવે છે, જે ભવિષ્યની શકયતાઓ પર ટકેલી હોય છે. આ રીતે અવિનાશ ગોરક્ષકર પણ માને છે કે માર્કેટ કેપનો વધુ હોવાનો અર્થ થાય છે કે ક્યાંકને ક્યાંક શેરબજાર પણ આવનારા દિવસોમાં પોઝિટિવ ગ્રોથ દેખાઈ રહ્યો છે.

ઈક્રા રેટિંગ ઈકોનોમિસ્ટ અદિતિ નાયર કહે છે કે સારા મોનસૂનના કારણે એગ્રી સેક્ટરમાં આશાથી વધુ ગ્રોથ રહેવાની શકયતા છે. 2021માં ખરીફ પાકની સારી વાવણી થશે. ગત ફાઈનાન્શિયલ વર્ષમાં પણ આ સેક્ટરે સપોર્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે ઓવરઓલ ઈકોનોમિ ગ્રોથ ખાસ કરીને વેક્સિનેશન અને વર્ષના અંતમાં પ્રતિબંધોની સ્થિતિ પર નિર્ભર રહેશે.