• Gujarati News
  • Business
  • Share Cryptocurrency! In Two And A Half Decades, The Number Of Investors In Stocks Is 100 Million But In Crypto Only 12 Million In 7 Years

ભાસ્કર એક્સક્લૂઝિવ:શેર પર ક્રિપ્ટો સવાશેર! - અઢી દાયકામાં રોકાણકારોની સંખ્યા શેરમાં 10 કરોડ પણ ક્રિપ્ટોમાં માત્ર 7 વર્ષમાં 12 કરોડ

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગુજરાતમાંથી ક્રિપ્ટોમાં 70 લાખથી વધુ રોકાણકારો સક્રિય, શેર કરતાં ક્રિપ્ટોમાં દૈનિક ધોરણે ટ્રેડિંગ વધી 50000 કરોડે આંબ્યું
  • ક્રિપ્ટોને લીલીઝંડી પરંતુ સત્તાવાર માન્યતા હજુ નહીં, બે તરફી માન્યતા વચ્ચે સરકારે નફા-નુકસાન પર ટેક્સ લાગુ કરી આવકનો માર્ગ મોકળો કર્યો
  • રોકાણકારોની સંખ્યા શેરબજાર કરતાં ક્રિપ્ટોમાં ઝડપથી વધી
  • ક્રિપ્ટોમાં બાર કરોડથી વધુ ભારતીયો સક્રિય, 70 લાખ ગુજરાતીઓ સામેલ
  • ક્રિપ્ટોમાં રોકાણ કરતાં અમદાવાદીઓની સંખ્યા 1100 ટકા, વડોદરામાંથી 1200 ટકા, અને સુરતમાંથી 1050 ટકા વધી

જોખમ ખેડવામાં ગુજરાતીઓ અવ્વલ છે પછી ભલે વેપાર, સાહસવૃત્તિ હોય કે રોકાણ બાબતે...પૈસો પૈસાને ખેંચે તે વાસ્તવિક છે પરંતુ એકના ડબલ કેમ જલદી કરવા તે આવડત તો માત્ર ગુજરાતીઓ પાસે જ છે પછી ભલે તેમાં રિસ્ક કેમ ન હોય. શેરબજાર જ નહીં કોમોડિટી માર્કેટ કે પછી વરસાદ આધારિત કે ક્રિકેટ હોય ગુજરાતીઓ સૌથી વધુ સટ્ટો રમી કમાણી કરી રહ્યાં છે. સટ્ટાના માર્કેટમાં છેલ્લા પાંચ વર્ષથી નવો ટ્રેન્ડ શરૂ થયો છે જે ક્રિપ્ટોકરન્સી માર્કેટનો છે.

વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોમાં સૌથી વધુ રોકાણકારો સક્રિય હોય તો તે ભારતીય છે. ક્રિપ્ટોના એક્સચેન્જો પર અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ રોકાણકારો ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે જોડાયેલા છે. તેની સામે ઇક્વિટી માર્કેટને અઢી દાયકાનો સમય વીતી ચૂક્યો છતાં રોકાણકારોની સંખ્યા હજુ માંડ 10 કરોડ સુધી પહોંચી છે. ડિજિટલ ટેક્નોલોજીના યુગમાં ડિજિટલ કરન્સી ક્રિપ્ટોમાં છેલ્લા બે વર્ષથી ગુજરાતી રોકાણકારોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે. ક્રિપ્ટોને માન્યતા મુદ્દે બે તરફી પાસા રજૂ કર્યા છે એટલું જ નહીં ક્રિપ્ટોના ટ્રેડિંગ કરો તો નફો થાય કે નુકસાન તમારે ટેક્સ આપવો પડશે તેવા ધોરણો છતાં ટ્રેડિંગ સતત વધી રહ્યું છે. દેશભરમાં 12 કરોડમાંથી અંદાજે 70 લાખથી વધુ ગુજરાતી રોકાણકારો 50000 કરોડથી વધુનું ટ્રેડિંગ કરવા લાગ્યા છે.

ડિજિટલ કરન્સીનો વ્યાપ વૈશ્વિક સ્તરે સતત વધી રહ્યો છે. વૈશ્વિક બજારોની તુલનાએ ભારતીય ક્રિપ્ટોકરન્સી માર્કેટ પણ ઝડપભેર આગળ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ માર્કેટમાં ઝડપી વેગ પકડ્યો છે. વધુને વધુ યુવાન ભારતીય રોકાણકારો નવા રોકાણ વિકલ્પો શોધવા માટે ઉત્સાહિત હોવાથી તેઓ બિટકોઇન, ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સી અપનાવી રહ્યા છે ડિજિટલ કરન્સી સાથે DLT ની અન્ય એપ્લીકેશનોએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે જેનાથી ભારતમાં ક્રિપ્ટોટેક ઉદ્યોગની ઝડપી વૃદ્ધિ થઇ રહી છે.

ભારતમાં 60 ટકાથી વધુ રાજ્યો ક્રિપ્ટોટેક અપનાવનારા અને 20 મિલિયનથી વધુ રિટેલ રોકાણકારો તરીકે ઉભરી રહ્યા છે. ટાયર -2 અને ટાયર -3 શહેરોમાંથી વપરાશકર્તાઓની સંખ્યા અનેકગણી વધી છે. ક્રિપ્ટો 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમિમાં યોગદાન આપવાની સંભાવના ધરાવે છે.

  • 58% ક્રિપ્ટો ધારકો 34 વર્ષથી ઓછી ઉંમરના
  • ક્રિપ્ટોમાં કુલ રોકાણમાં 79% હિસ્સો પુરૂષનો જ્યારે 21% મહિલા ઇન્વેસ્ટર્સ
  • જોખમી રોકાણ કરવામાં એજ્યુકેટેડ વર્ગ વધુ 82% પાસે સ્નાતક કે તેનાથી વધુ ડિગ્રી
  • 36% રોકાણકારો એવા કે જેમની વાર્ષિક આવક 50 લાખથી વધુની છે
  • વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોટેક ઇન્ડસ્ટ્રીઝ 2023 સુધીમાં 3.50 અબજ ડોલર ક્રોસ કરશે
  • ટાયર 2-3 શહેરોમાંથી વપરાશકર્તાઓની સંખ્યામાં થતો ઝડપી વધારો
  • 50 ટકા લોકોના પોર્ટફોલિયોમાં 15 ટકા ઈન્વેસ્ટમેન્ટ ક્રિપ્ટોમાં
  • 25-35 વર્ષના સૌથી વધુ યુવાઓ ક્રિપ્ટોમાં રોકાણ પ્રત્યે આકર્ષાયા

ક્રિપ્ટો કરન્સીમાં રાજ્ય મુજબ હિસ્સો

રાજ્યરોકાણકર્તાટ્રેડિંગ હિસ્સો
દિલ્હી-NCR83-8525%-27%
મહારાષ્ટ્ર58-6022%-23%
ગુજરાત68-7015%-17%
રાજસ્થાન48-5013%-15%
કોલકાતા-બેંગલુરૂ33-3510%-11%
યુ.પી-એમ.પી30-328%-10%

ક્રિપ્ટોમાં વિશ્વમાં સૌથી વધુ ભારતીય

દેશરોકાણકર્તાવસ્તીનો હિસ્સો
ભારત12.00 કરોડ7.75%
અમેરિકા2.70 કરોડ8.31%
રશિયા1.70 કરોડ11.91%
નાઇજિરિયા1.30 કરોડ6.31%
બ્રાઝિલ1.00 કરોડ4.80%

​​​​​​​શેરબજારમાં રોકાણકારોની સંખ્યા 30 ટકા જ્યારે બિટકોઇનમાં 1000 ટકા વધી

બીએસઈ ખાતે રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતમાંથી રોકાણકારોની સંખ્યા છેલ્લા એક વર્ષમાં 32 ટકા વધી એક કરોડથી વધુ રહી છે. તેની સામે દરરોજ 3થી 4 હજાર ડોલરની વોલેટિલિટી ધરાવતા ક્રિપ્ટો માર્કેટમાંથી કમાણી કરવા યુવા રોકાણકારોની સંખ્યા વધી છે. ક્રિપ્ટોમાં રોકાણકારોની સંખ્યા વાર્ષિક ધોરણે એક હજાર ટકાથી વધુ નોંધાઇ છે.

ઇક્વિટી, સોના કરતાં ક્રિપ્ટોમાં બમણું રિટર્ન શોર્ટટર્મમાં રોકાણકારો માટે કમાણીનું સાધન
ઇક્વિટી, સોના-ચાંદીની તુલનાએ ક્રિપ્ટોમાં રોકાણકારોને બમણું રિટર્ન છૂટી રહ્યું છે. જોકે, યોગ્ય સમયે તેજી-મંદીનો લાભ લેવામાં રોકાણકારો સાબિત થયા તો બમણાથી વધુ રિટર્ન મળે અને લાભ ન લઇ શકે તો લાખના બાર હજાર પણ થાય તેવો ઘાટ આ જોખમી ક્રિપ્ટોમાં છે. સોનાએ 2021માં નિગેટિવ રિટર્ન આપ્યું છે. ગોલ્ડમેન સાસ ગ્રુપના મતે વિશ્વભરમાં ડિજિટલ એસેટસનું ચલણ વધી રહ્યું છે.

50 ટકા રોકાણકારો છેલ્લા માત્ર 6થી 8 મહિનામાં જ ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં જોડાયા
ક્રિપ્ટોમાં રોકાણકારોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા વર્ષમાં રોકાણકારોની સંખ્યામાં પણ બમણી વૃદ્ધિ જોવા મળી છે. તે પૈકી 50 ટકા રોકાણકારો છેલ્લા 6-8 માસમાં ક્રિપ્ટો માર્કેટ સાથે જોડાયા છે. ક્રિપ્ટોમાં રોકાણ કરતાં અમદાવાદીઓની સંખ્યા 1100 ટકા જ્યારે વડોદરામાંથી 1200 ટકા, અને સુરતમાંથી 1050 ટકા સાથે કુલ 70 લાખથી વધુ રોકાણકારો સક્રિય હોવાનો અંદાજ છે.

યુપીઆઇ દ્વારા ક્રિપ્ટો ખરીદી પર પ્રતિબંધથી વોલ્યૂમ 25% ઘટશે
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા ક્રિપ્ટોમાં નાણાંની ટ્રાન્ફર બંદ કરી દેવામાં આવી છે. જેના કારણે વોલ્યૂમમાં 25 ટકા સુધીનો ઘટાડો જોવા મળશે. ક્રિપ્ટોમાં દૈનિક ધોરણે ટ્રેડિંગ કરનારા 75 ટકાથી વધુ લોકો યુપીઆઇનો ઉપયોગ કરતા હતા. જે બંધ થતા વોલ્યૂમ ઘટી ગયા છે. - પાર્થ સંધાડિયા, એક્સપર્ટ-ટોરીન વેલ્થ ગ્રુપ

બિટકોઇનના આકર્ષણથી સલામત રોકાણ FD, સોના-ચાંદીમાં ઝાંખપ
2009 માં જ્યારે બીટકોઈન લોન્ચ થયું ત્યારે તેની કિંમત 0.060 રૂપિયા હતી. જ્યારે સોનાની કિંમત 14500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આજે એક બીટકોઈનની કિંમત અંદાજે રૂ.32.50 લાખ રૂપિયા છે. ફિક્સ ડિપોઝિટના દર તળિયે છે તેથી સલામત રોકાણમાં રોકાણકારોનો ઉત્સાહ ઘટી રહ્યો છે. - કેતન મહેતા, મહેતા વેલ્થ લિ.

અન્ય સમાચારો પણ છે...