રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે ક્રિપ્ટોકરન્સીને ભ્રમણા ગણાવી છે. શક્તિકાંત દાસે કહ્યું કે તે જુગાર સિવાય બીજું કશું નથી અને તેની વેલ્યુ એક ભ્રમણા છે.
ક્રિપ્ટો પર પ્રતિબંધ લગાવવો જોઈએ
શક્તિકાંત દાસે એક મીડિયા કાર્યક્રમને સંબોધિત કરતા ક્રિપ્ટો પર પ્રતિબંધ લગાવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે તેને સપોર્ટ કરનારા આને એક મિલકત અને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ કહે છે, પરંતુ તેમાં કોઈ અન્ડરલાઈન વેલ્યુ નથી. ક્રિપ્ટોકરન્સીના વિકાસનો મુકાબલો કરવા કેન્દ્રીય બેંકે હાલમાં એક પાઇલટ મોડમાં ઈ-રૂપી લોન્ચ કર્યો.
ક્રિપ્ટોકરન્સી જુગાર સિવાય બીજું કંઈ નથી
શક્તિકાંત દાસે કહ્યું કે, દરેક મિલકત અને ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં અન્ડરલાઈન વેલ્યુ હોવી જોઈએ. પરંતુ ક્રિપ્ટોના કિસ્સામાં કોઈ અન્ડરલાઈન વેલ્યુ નથી. તેથી કોઈપણ અન્ડરલાઈન વેલ્યુ વિનાની કોઈપણ વસ્તુ, જેનું મૂલ્ય સંપૂર્ણપણે માન્યતા પર આધારિત છે, તે 100% અનુમાન સિવાય કંઈ નથી. અથવા તેને ખૂબ જ સ્પષ્ટપણે કહીએ તો તે જુગાર છે.
અમે આપણા દેશમાં જુગારને મંજૂરી આપતા નથી
RBI ગવર્નરે કહ્યું કે અમે અમારા દેશમાં જુગાર રમવાની મંજૂરી આપતા નથી. જો તમે જુગારને મંજૂરી આપવા માંગતા હો, તો તેને જુગાર તરીકે ગણો અને જુગાર માટે નિયમો સેટ કરો. પરંતુ ક્રિપ્ટો એ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ નથી. તેમણે ઉમેર્યું હતું કે CBDCએ નાણાંનું ભવિષ્ય છે અને તેને અપનાવવાથી લોજિસ્ટિક્સ અને પ્રિન્ટિંગ ખર્ચમાં બચત કરવામાં મદદ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.