તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્લાનું ભારતમાં આગમન:બેંગલુરુમાં યુનિટ સ્થાપ્યું, ટેસ્લાની કાર ચાર્જ કર્યા પછી 500 કિ.મી. દોડશે, કારની કિંમત અંદાજે રૂ. 60 લાખ હશે

બેંગલુરુ13 દિવસ પહેલા
ટેસ્લા કંપની ભારતમાં મોડેલ-3 સીડાન કાર સાથે આગમન કરશે. - Divya Bhaskar
ટેસ્લા કંપની ભારતમાં મોડેલ-3 સીડાન કાર સાથે આગમન કરશે.

દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની ટેસ્લાએ બેંગલુરુમાં ભારતીય સબસિડિયરી યુનિટ ખોલ્યું છે. ટેસ્લાએ ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ તેમજ ઈલેક્ટ્રિક વાહનોનો એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે અને આ સબસિડિયરી યુનિટ એનું પહેલું પગલું છે. ટેસ્લાના ગ્લોબલ સિનિયર ડિરેક્ટર ડેવિડ જોન ફિનસ્ટિન, ચીફ એકાઉન્ટિંગ ઓફિસર વૈભવ તનેજા અને બેંગલુરુના એક ઉદ્યોગસાહસિક વેંકટરંગમ શ્રીરામ ટેસ્લાના આ ભારતીય યુનિટના બોર્ડ મેમ્બર હશે.

ટ્વિટર પર જાહેરાત કરી
કોર્પોરેટ મામલાના મંત્રાલયને ટેસ્લાએ આપેલા એક અહેવાલમાં આ માહિતી અપાઈ છે. ટેસ્લાએ ભારતમાં પોતાની ઓફિસ ગયા અઠવાડિયે શરૂ કરી હતી, જેની માહિતી મંગળવારે ટેસ્લા ક્લબ ઈન્ડિયાના ટ્વિટર હેન્ડલ પર જાહેર કરાઈ હતી. ટેસ્લાના સીઈઓ અને દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિઓ પૈકીના એલન મસ્કે ગયા મહિને કહ્યું હતું કે અમારી કંપની આ વર્ષે ભારતમાં યુનિટ શરૂ કરશે. બાદમાં 21 જાન્યુઆરીએ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ પણ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ટેસ્લા 2021ની શરૂઆતમાં ભારતીય બજારમાં પ્રવેશ કરશે.

ટેસ્લા કંપની ભારતમાં મોડેલ-3 સીડાન કાર સાથે આગમન કરશે. એની કિંમત અંદાજે રૂ. 60 લાખ હશે. ફુલ્લી ઈલેક્ટ્રિક કાર 60 કિલોવોટની લિથિયમ-આયર્ન બેટરી ધરાવતી આ કાર એકવાર ચાર્જ થયા પછી 500 કિમીનું અંતર કાપી શકશે. એટલું જ નહીં, મહત્તમ 250 કિ.મી.ની ગતિએ દોડી શકતી આ કાર ફક્ત 3.1 સેકન્ડમાં પ્રતિ કલાક 96 કિ.મી.ની ગતિ પકડી શકશે.

કર્ણાટકને 31 હજાર કરોડના રોકાણની આશા
કર્ણાટક દેશનું પહેલું રાજ્ય છે, જેણે ઈલેક્ટ્રિક વાહન નીતિ બનાવી છે. રાજ્ય સરકારને આશા છે કે આ નીતિથી ઈલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રે રૂ. 31 હજાર કરોડનું રોકાણ થશે. કર્ણાટક પછી ગુજરાત, દિલ્હી, તામિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત 11 રાજ્યે ઈલેક્ટ્રિક વાહનની નીતિ જાહેર કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser