તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વિસ સેક્ટરની કામગીરી:સર્વિસ સેક્ટરનો પીએમઆઇ 11 માસના તળિયે, જૂન મહિનામાં 41.2

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીની બીજી લહેરનો અંત આવ્યો હોવા છતાં જૂન માસમાં સર્વિસ સેક્ટરની કામગીરી અત્યંત નબળી રહી છે. ભારતના સર્વિસ ક્ષેત્રની પ્રવૃત્તિઓ જૂન મહિનામાં વધુ કોન્ટ્રાક્ટ થઈ હતી કારણ કે કોવિડ-19 કટોકટીની અસરના કારણે માંગ મર્યાદિત કરવામાં આવી છે. જૂન મહિનામાં સર્વિસ સેક્ટરની પ્રવૃતિઓ 11 માસની નીચી સપાટી પર પહોંચ્યો છે. એક માસિક સર્વેએ અનુસાર જુલાઈ 2020 પછીના નવા વર્ક ઇન્ટેક્સ અને આઉટપુટ સૌથી ઝડપી દરે નેગેટિવ રહ્યાં હોવાનું ઈન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સના અહેવાલમાં દર્શાવ્યું છે.

મે મહિનામાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ 46.4 હતો જે જૂન માસમાં ઘટીને 41.2 પર આવી ગયો છે. કંપનીઓ પર દબાણ હોવાના કારણે આગામી સમયમાં કંપનીઓ ફરીથી રોજગાર ઘટાડશે. નબળી માંગની પરિસ્થિતિના પરિણામે સર્વિસ સેક્ટરની કંપનીઓ દ્વારા પ્રાપ્ત થયેલા નવા વ્યવસાયમાં સતત બીજા મહિને ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો છે.

પીએમઆઈ ની પેલેન્સમાં 50 ની ઉપરનો આંક એટલે વિસ્તરણ જ્યારે 50 ની નીચેનો સ્કોર સંકોચન સૂચવે છે. ભારતમાં હાલની કોવિડ-19 પરિસ્થિતિને જોતા અપેક્ષા રાખવામાં આવી હતી કે સેવા ક્ષેત્રે ફટકો પડશે. જૂન મહિનાના પીએમઆઈ ડેટામાં નવા ધંધા, આઉટપુટ અને રોજગારમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો.

આઇએચએસ માર્કિટના ઇકોનોમિક્સ એસોસિએટ ડિરેક્ટર પોલિઆન્ના ડી લિમાએ કહ્યું કે જૂન મહિનામાં ભારતીય સેવાઓ માટેની આંતરરાષ્ટ્રીય માંગમાં વધુ ઘટાડો થયો, નવા બિઝનેસ ઓર્ડર પણ 16 માસની નીચી સપાટી પર પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...