આઉટપુટમાં સંકોચન:સર્વિસ સેક્ટરનો ગ્રોથ 3 માસના તળિયે, ડિસેમ્બરમાં ઘટી 55.5

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીના નવા વેરિયન્ટ તેમજ સેલીંગ પ્રેશરના કારણે સર્વિસ સેક્ટરની ગતીવીધિઓમાં ઘટાડો નોંધાયો છે. ઓમિક્રોનના કેસોમાં વધુ વધારો થશે અને તેની સીધી અસર બિઝનેસ સેન્ટિમેન્ટ પર પડશે. ડિસેમ્બર માસમાં ભારતની સર્વિસ સેક્ટરની પ્રવૃતિઓ ઘટીને ત્રણ માસની નીચી સપાટી પર પહોંચી હોવાનું માસિક સર્વેક્ષણમાં જણાવાયું હતું. સિઝનલી એડજસ્ટેડ ઈન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ નવેમ્બરમાં 58.1 થી ઘટીને ડિસેમ્બરમાં 55.5 ના ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે.

જોકે, સતત પાંચમા મહિને સર્વિસ સેક્ટરમાં આઉટપુટમાં વધારો જોવા મળ્યો હતો. પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI)માં. 50 થી ઉપરનો આંક વિસ્તરણ જ્યારે 50થી નીચેનો સ્કોર સંકોચન સૂચવે છે. સર્વિસ પ્રોવાઇડર માટે 2021 વધુ એક પોઝિટીવ વર્ષ હતું અને ડિસેમ્બરમાં વૃદ્ધિમાં નજીવી બ્રેક લાગી છે. તેમ છતાં નવીનતમ રીડિંગ્સ સર્વેના વલણની તુલનામાં વેચાણ અને વ્યવસાયિક પ્રવૃત્તિમાં મજબૂત વધારા તરફ નિર્દેશ કરે છે તેમ ઇકોનોમિક્સ ડિરેક્ટરે પોલિના ડી લિમા જણાવ્યું હતું.

રોજગાર વૃદ્ધિ દર પણ મંદ પડ્યો
રોજગારના મોરચે ડિસેમ્બરમાં સર્વિસ ઇકોનોમીમાં નવેસરથી જોબ શેડિંગ દર્શાવ્યું હતું જોકે, સંકોચનનો દર નજીવો હતો. વર્તમાન વર્કલોડનો સામનો કરવા માટે રોજગારનું સ્તર પૂરતું છે. હાલની અનિશ્ચિતતા અને ક્ષમતા પર દબાણના સામાન્ય અભાવને કારણે ઘટાડો રહ્યો છે. ડિસેમ્બર દરમિયાન ચાર મહિનાની ઊંચી સપાટીએ બિઝનેસ કોન્ફિડન્સ મજબૂત થયો હતો પરંતુ ઐતિહાસિક ડેટાના સંદર્ભમાં સેન્ટિમેન્ટ દબાયેલું રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...