નવા વર્ષે અર્થતંત્ર માટે સારા સમાચાર:દેશમાં 50% નોકરી આપતું સર્વિસ સેક્ટર 6 મહિનાના સર્વોચ્ચ સ્તરે

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં 50% નોકરી આપતા સર્વિસ સેક્ટર માટે સારા સમાચાર છે. આશા કરતા પણ વધારે સારો દેખાવ કરતા ડિસેમ્બર 2022માં સર્વિસ સેક્ટરમાં છેલ્લા છ મહિનામાં સારી એવી તેજી રહી અને હવે સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું. આ ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) નવેમ્બરમાં 56.4 હતો, જે ડિસેમ્બર 2022માં વધીને 58.5 થયો છે.

જોકે, બજાર વિશ્લેષકોનું અનુમાન 55.5 જ હતું. આ પહેલા 38% નોકરી આપતા ખાનગી ક્ષેત્રનું ઉત્પાદન પણ આશરે 11 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ઉત્પાદનનો કમ્પોઝિટ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં 59.4 હતો, જે જાન્યુઆરી 2012 પછી સર્વોચ્ચ છે. એસ એન્ડ પી ગ્લોબલના મતે, સર્વિસ સેક્ટરનો પીએમઆઇ 17 મહિના 50થી વધુ રહ્યો છે. તે જૂન 2013 પછી સૌથી સારી સ્થિતિ છે.

આ રહ્યા કારણ... ઇનપુટ ખર્ચ વધતા મોટા ભાગની ગ્રાહક સેવાને અસર થઇ. જોકે, સતત બીજા મહિને ફાઇનાન્સિયલ અને ઇન્સ્યોરન્સ સર્વિસમાં ભાવવધારા છતાં તેમાં વધારો થયો.

છેલ્લા 2 વર્ષમાં કારખાનામાં સૌથી વધુ કોન્ટ્રાક્ટ ડિસેમ્બરમાં જ નોંધાયા. તેમનું ઉત્પાદન પણ સૌથી વધુ રહ્યું. આ કારણથી PMIના આંકડા વધ્યા.

સેક્ટરની આશા વધવાના કારણ આ છે...

  • ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ પ્રમાણે, સર્વિસ સેક્ટરમાં વિદેશી રોકાણ આગામી વર્ષોમાં પણ વધશે. તે એપ્રિલ 2000થી માર્ચ 2014 વચ્ચે રૂ. 6.62 લાખ કરોડ હતું, જે એપ્રિલ 2014થી માર્ચ 2022માં રૂ. 12.39 લાખ કરોડ થઇ ગયું. આ દરમિયાન ઉત્પાદનમાં વિદેશી રોકાણ રૂ. 6.24 લાખ કરોડથી વધીને રૂ. 7.63 લાખ કરોડ થયું.
  • ટીમલીઝના ‘એમ્પ્લોયમેન્ટ આઉટલુક રિપોર્ટ’ પ્રમાણે, સર્વિસ સેક્ટરની 77% કંપનીઓ જાન્યુઆરીથી માર્ચ 2023માં નવી નિમણૂકોનો વિચાર કરી રહી છે.
  • એમએસએમઇ બિઝનેસ કોન્ફિડન્સ સ્ટડી પ્રમાણે, દેશની 96% એમએસએમઇને 2023માં નફો 30% જેટલો વધશે એવી સંભાવના છે.
અન્ય સમાચારો પણ છે...