તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Rises 548 Points, Nifty Crosses 15000 Level; Shares Of M&M, Axis Bank Rise

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 617 અંક વધ્યો, નિફ્ટી 15116 પર બંધ; M&M, બજાજ ફીનસર્વના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • HUL, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, ITC, બજાજ ઓટોના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 617 અંક વધીને 51349 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 192 અંક વધીને 15116 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એમએન્ડએમ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ, ઈન્ફોસિસ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 7.23 ટકા વધીને 928.20 પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ 3.24 ટકા વધીને 10032.15 પર બંધ રહ્યો હતો. જોકે HUL, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, ITC, બજાજ ઓટો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HUL 1.43 ટકા ઘટીને 2237.80 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 1.32 ટકા ઘટીને 1956.30 પર બંધ રહ્યો હતો.

બજારમાં વધારાના મુખ્ય કારણ
પોઝિટિવ ગ્લોબલ માર્કેટ સેન્ટિમેન્ટઃ રોયટર્સના જણાવ્યા મુજબ અમેરિકામાં નવી રાહત પેેકેજની જાહેરાત ફેબ્રુઆરીમાં કરવામાં આવી શકે છે. સાથે જ આર્થિક રિકવરીની ગતિ પણ વધી છે.
બજારમાં વિદેશી રોકાણઃ NSDLના જણાવ્યા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII) માત્ર ફેબ્રુઆરીમાં જ અત્યાર સુધીમાં 13906 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યા છે.
ઓટો, IT અને બેન્કિંગમાં વધારોઃ સેન્સેક્સના રેકોર્ડ વધારામાં ઈન્ફોસિસ, TCS, ICICI બેન્ક, HDFC બેન્ક, એક્સિસ બેન્ક અને M&Mના શેરનો વધેલો હિસ્સો પણ જવાબદાર છે.

BPCL સહિત અન્ય કંપનીઓનાં આજે આવશે ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો
સોમવારે BPCL, આદિત્ય બિરલા ફેશન, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, બોમ્બ ડાઈંગ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ, NMDC, સન ટીવી, ટોરેન્ટ ફાર્મા, વકારાંગી સહિત 140 કંપની ડિસેમ્બર ત્રિમાસિકનાં પરિણામો જાહેર કરશે.

વૈશ્વિક બજારોમાં વધારો ચાલુ, અમેરિકાનાં બજારોમાં રેકોર્ડ રેલી
અમેરિકામાંથી આવી રહેલા પોઝિટિવ અપડેટથી વૈશ્વિક બજારોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 592.81 અંક, એટલે કે 2.06 ટકા વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 1.16 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.87 ટકા, ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 0.91 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. લગભગ ફેબ્રુઆરીમાં નવા રાહત પેકેજની શક્યતાથી અમેરિકાનાં બજારોના પ્રમુખ ઈન્ડેક્સ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. 5 ફેબ્રુઆરીએ ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સ 31148.24 પર, S&P 500 ઈન્ડેક્સ 3886.83 અને નેસ્ડેક કમ્પોઝિટ ઈન્ડેક્સ 13856.30 પર બંધ થયો હતો.

5 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 117 અંક વધી બંધ રહ્યો
5 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 117.34 અંકના વધારા સાથે 50731.63 પર અને નિફ્ટી 28.60 અંક વધી 14,924.25 પર બંધ થયો હતો. NSE પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી રોકાણકારોએ 1461.71 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 1418.65 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. છેલ્લા પાંચ કારોબારી દિવસમાં FIIએ લગભગ 12262 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો