• Home
  • Business
  • Market
  • Sensex up 900 points; Nifty up 250 points; Rupee strengthened due to Exit poll 2019 lok sabha election

સેન્સેક્સ / એક્ઝિટ પોલમાં NDAના જીતના સંકેત પછી શેરબજારમાં 10 વર્ષની સૌથી મોટી તેજી, સેન્સેક્સ 1421 પોઈન્ટ ઉછળ્યું

Sensex up 900 points; Nifty up 250 points; Rupee strengthened due to Exit poll 2019 lok sabha election

  • સેન્સેન્સઃ 5 લાખ કરોડનું મોદી વેલકમ 
  • 1998 શેરોમાં વધારાથી એક દિવસમાં રોકાણકારોની સંપત્તિ 5.33 લાખ કરોડ વધી
  • ડૉલરની સામે રૂપિયામાં પણ બે મહિનાનો સૌથી મોટો ઊછાળો, વધુ 49 પૈસા મજબૂત
  • અદાણી ગ્રૂપનું માર્કેટકેપ 17000 કરોડ, અનિલ અંબાણીનું રૂ.1500 કરોડ વધ્યું

divyabhaskar.com

May 21, 2019, 12:10 AM IST

બિઝનેસ ડેસ્કઃ એક્ઝિટ પોલમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળવાના અનુમાન પછી સોમવારે દેશના શેરબજારો અને ડોલરના મુકાબલે રૂપિયાની કિંમતમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારોમાં છેલ્લા દસ વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. મુંબઇ શેરબજારના સેન્સેક્સે તેના ઇતિહાસમાં બીજો સૌથી મોટો 1421.90 પોઇન્ટ (3.75 ટકા)નો સુધારો નોંધાવ્યો છે. તેના કારણે રોકાણકારોની મૂડીમાં પણ એક જ દિવસમાં વિક્રમી રૂ. 5.24 લાખ કરોડની જંગી વૃધ્ધિ થઇ છે.

રવિવારે એક્ઝિટ પોલ જાહેર થયા તેની હકારાત્મક અસર એટલી તીવ્ર હતી કે, સેન્સેક્સ 870 પોઇન્ટના ઉછાળા સાથે 38701 પોઇન્ટના મથાળે ખુલી ઉપરમાં 1482 પોઇન્ટના જમ્પ સાથે 39413 પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો અને છેલ્લે 1421.90 પોઇન્ટની વૃદ્ધિ સાથે 39352.67 પોઇન્ટ બંધ રહ્યો હતો. તેજ રીતે નિફ્ટી-50 પણ 421.10 પોઇન્ટ સુધરી 11828.25 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સેન્સેક્સ તેની 39353 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી હવે માત્ર 134 પોઇન્ટ અને નિફ્ટી પણ 11856 પોઇન્ટની સર્વોચ્ચથી માત્ર 28 પોઇન્ટ છેટો રહ્યો છે.

અદાણી અને ADAG જૂથના શેર્સ ઝમકમાં રહ્યાં

ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષો દ્રારા ગૌતમ અદાણી અને અનિલ ધીરુભાઇ અંબાણી જૂથ સામેના અંગૂલી નિર્દેશનો જવાબ આજે જાણે એક જ દિવસમાં મળી ગયો હોય તેમ અદાણી જૂથના 6 શેર્સમાં સરેરાશ 14.5 ટકા વૃદ્ધિ જોવાઇ હતી. જ્યારે અનીલ અંબાણી જૂથના 7 શેર્સમાં સરેરાશ 8.4 ટકા વૃદ્ધિ જોવાઇ હતી. અદાણી જૂથનું માર્કેટકેપ આશરે રૂ. 17400 કરોડ વધી આશરે રૂ. 1.63 લાખ કરોડે પહોંચ્યું હતું. જ્યારે અનિલ ધીરૂભાઇ અંબાણી જૂથનું માર્કેટકેપ આશરે 1500 કરોડ વધી આશરે રૂ. 22971 કરોડે પહોંચ્યું હતું.

પાકિસ્તાન શેરબજારની બત્તી ગુલ, કરન્સી કડડભૂસ

લાંબા સમયથી આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનમાં મંદીના વાવડ મજબૂત બન્યા છે. ગત સપ્તાહે પાકિસ્તાન શેર માર્કેટમાં 2.4 ટકાથી વધુનો ઘટાડો આવ્યો હતો તેમજ પાકિસ્તાન કરન્સીમાં પણ ઐતિહાસીક ઘટાડો નોંધાવ્યો છે. ગતસપ્તાહના અંતે કરાંચી સ્ટોક એક્સચેન્જમાં 805 પોઇન્ટ તૂટી 33166 પોઇન્ટ બંધ રહ્યો હતો. જેના કારણે રોકાણકારોના 1000 કરોડ ડૂબ્યા હતા. જોકે, આજે ખુલતામાં નજીવો વધી 33250 રહ્યો છે. ડોલર સામે પાકિસ્તાની ચલણ 151ના ઐતિહાસીક તળિયે પહોંચ્યો છે.

ગુજરાતની કંપનીઓ પણ ગેલમાં

કંપની બંધ ઉછાળો રૂ. કરોડમાં
અરવિંદ 80.25 8.37% 60.64
જીએનએફસી 299.85 6.25% 274.85
સદભાવ એન્જિ. 243 9.53% 362.23
ટોરન્ટ પાવર 247.9 4.86% 553.11
મેઘમણી 63.95 5.88% 80.37

(*માર્કેટકેપ દર્શાવે છે)

અદાણી જૂથના શેર્સમાં ભડકો

કંપની ભાવ વધારો
અદાણી એન્ટર 151.55 27.41%
અદાણી પાવર 46.8 15.27%
અદાણી ગ્રીન 43 14.97%
અદાણી ગેસ 130.1 12.54%
અદાણી પોર્ટ 400.3 9.10%
અદાણી ટ્રાન્સ 221.1 7.64%

ADAG જૂથ પણ ઝળક્યું

કંપની ભાવ વધારો
આર પાવર 7.03 17.76%
રિલા.ઇન્ફ્રા. 121.35 12.52%
આર.નેવલ 8.28 9.96%
રિલા.કેપિ. 124.15 8.00%
આર.હોમ. 19.6 7.40%
આર.નિપ્પોન 204.95 1.61%

હવે આગળ શું? ઃ ભાજપ પોતાના બળે 300 બેઠક જીત્યું તો માર્કેટ 40000ને પાર જશે

ડિસેમ્બર સુધીમાં 42000 થશે, રૂપિયા પણ 25% મજબૂત થશે

શેરમાર્કેટ સાથે સંકળાયેલા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ 23 મેએ આવનારા પરિણામોમાં ભાજપ પોતાના બળે 300 બેઠક જીતી જશે તો સેન્સેક્સ 40000ને પાર થઈ શકે છે. ઘણી સરવે એજન્સીઓએ એક્ઝિટ પોલમાં ભાજપને 300 સુધી બેઠકો મળવાના સંકેત આપ્યા છે. કેપિટલ એમના રિસર્ચ હેડ રોમેશ તિવારી કહે છે કે જો ભાજપ 300 બેઠક જીતશે તો હાલનો તેજીનો દોર ચાલુ રહેશે. નીતિ પણ ચાલુ રહેશે. અન્ય એક નિષ્ણાંત મુસ્તફા નદીમ કહે છે કે ચાલુ સપ્તાહે એવી ઘટના બનવાની છે કે જે બજારની લાંબાગાળાની દિશા નક્કી કરશે. ચૂંટણી જેવી ઘટના 5 વર્ષ સુધી ચાલનારું વલણ નક્કી કરે છે. મોર્ગન સ્ટેન્ડલીનું કહેવું છે કે જો કેન્દ્રમાં સ્થિર સરકાર આવશે તો ડિસેમ્બર 2019 સુધીમાં સેન્સેક્સ 42 હજારને પાર કરશે.

X
Sensex up 900 points; Nifty up 250 points; Rupee strengthened due to Exit poll 2019 lok sabha election
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી