સપ્તાહના પહેલા કારોબારી દિવસે બજાર ઊંચકાયું:સેન્સેક્સ 847 પોઈન્ટ વધી 60,747 પર બંધ થયું, નિફ્ટીમાં 242 પોઈન્ટનો ઉછાળો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

શેર બજારમાં અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે સોમવારે(9 જાન્યુઆરી) શાનદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 847 અંક વધીને 60,747 પોઈન્ટ સાથે બંધ થયું. નિફ્ટી 242 અંક ઉછળી 18,101 સ્તરે પહોંચી છે. સેન્સેક્સના 30માંથી 27 શેરમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે માત્ર 3 શેરમાં ઘટાડો નોંધાયો છે.

શુક્રવારે સતત ત્રીજા દિવસે બજાર ગગડ્યું હતું
શેર બજારમાં શુક્રવાર(6 જાન્યુઆરી)એ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 452 અંકોના ઘટાડા સાથે 59,900 પર બંધ થયું હતું. નિફ્ટી 132 પોઈન્ટ ઘટી 17,859 સ્તર પર આવી ગઈ હતી. સેન્સેક્સના 30 શેરમાંથી 26માં ઘટાડો જોવા મળ્યો હતો.

સોનું ઓલ-ટાઇમ હાઇ
સોનું સોમવારે ઓલ ટાઇમ હાઈ પહોંચી ગયું છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 9 જાન્યુઆરીએ બુલિયન માર્કેટમાં સોનું રૂ.749 મોંઘું થઈને રૂ. 56 હજાર 336 પર પહોંચી ગયું હતું. અગાઉ ઓગસ્ટ 2020માં સોનું સૌથી મોંઘું બન્યું હતું. ત્યારે 10 ગ્રામની કિંમત 56 હજાર 200 રૂપિયા હતી. નિષ્ણાતોના મતે આ વર્ષે સોનાનો ભાવ 60 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે

અન્ય સમાચારો પણ છે...