• Gujarati News
  • Business
  • Sensex Up 800 Points To 59,936, Nifty Up 245 Points, Hero MotoCorp And Tata Motors Top Gainers

શેરબજારમાં આજે બમ્પર ઉછાળો:સેન્સેક્સ 800 પોઇન્ટ વધીને 59,936 પર, નિફ્ટી 245 પોઈન્ટ વધ્યો, હીરો મોટોકોર્પ અને ટાટા મોટર્સ ટોપ ગેઇનર્સમાં રહ્યા

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેરબજારમાં અઠવાડિયાના બીજા દિવસે, એટલે મંગળવારના રોજ ભારે ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 796 પોઈન્ટના ઉછાળા સાથે 59,936ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 244 પોઈન્ટ વધીને 17,866 સ્તર પર પહોંચી ગયો છે. સેન્સેક્સના બધા 30 શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

હીરો મોટોકોર્પ અને ટાટા મોટર્સ ટોપ ગેઇનર્સ

નિફ્ટીના હીરો મોટોકોર્પ, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા મોટર્સ, સિપ્લા અને હિંડાલ્કો સહિત 49 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જોકે માત્ર ગ્રાસિમના શેરમાં ઘટાડો દેખાયો છે.

NSEના બધા 11 સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઉછાળો
NSEના બધા 11 સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો છે. ઓટો અને મેટલ સેક્ટરમાં સૌથી વધારે 2%, જ્યારે બેંક, ફાઇનાન્શિયલ સર્વિસ, FMCG, IT, મીડિયા, ફાર્મા, પ્રાઇવેટ બેંક અને રિયલ્ટી સેક્ટરમાં 1%નો ઉછાળો નોંધાયો છે. માત્ર PSU બેંક સેક્ટરમાં 1%થી ઓછી વૃદ્ધિ દેખાઈ છે.

શેરબજારમાં કેમ ઉછાળો આવ્યો?
સ્થાનિક બજારોમાં સોમવારે અમેરિકી બજારોમાં આવેલા ઉછાળાને કારણે સપોર્ટ મળ્યો છે.
વિદેશી ફંડ (FII)ની ખરીદીને લીધે બજારમાં સેન્ટિમેન્ટ પણ ઘણું સારું રહ્યું છે.
વિશ્લેષકો માને છે કે ઓછામાં ઓછા મધ્યમ ગાળામાં બજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેશે.

સોમવારે ઉછાળાની સાથે બંધ રહ્યું હતું બજાર
આ પહેલાં સોમવાર, એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 59,141ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી 91 પોઈન્ટ વધીને 17,622 ની સપાટીએ બંધ થયો હતો. ગયા અઠવાડિયાના મોટા ઘટાડા બાદ વિશ્વ બજારમાં રિક્વરી આવી છે.

અન્ય સમાચારો પણ છે...