ભારતીય શેરબજારમાં આજે એટલે મંગળવાર(24 જાન્યુઆરી)એ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 38 પોઈન્ટ વધીને 60,979ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી ફ્લેટ 18,118 પર બંધ થઈ હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં તેજી રહી હતી. જ્યારે 15 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સોનું ફરી ઓલ-ટાઇમ હાઈ
વર્ષનો પહેલો મહિનો એટલે જાન્યુઆરીમાં સોનાની ચમક સતત વધી રહી છે, અને તેનું પરિણામ એ છે કે, એ સતત નવી હાઈ બનાવી રહ્યું છે. આજે મંગળવારે સોનાએ ફરીએકવાર નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA)ની વેબસાઈટ મુજબ, 24 જાન્યુઆરીએ બુલિયન બજારમાં સોનુ 312 રૂપિયા મોંઘુ થઈને 57 હજાર 362 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ અગાઉ 20 જાન્યુઆરીએ સોનાએ છેલ્લી હાઈ બનાવી હતી, જે 57 હજાર 50 રૂપિયા હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.