• Gujarati News
  • Business
  • Sensex Up 374 Points To Close At 61,121, Nifty Up 133 Points; Among Adani Enterprises Top Gainers

શેરબજારમાં ઉછાળો નોંધાયો:સેન્સેક્સ 374 પોઈન્ટ વધીને 61,121 પર બંધ, નિફ્ટીમાં 133 પોઈન્ટનો વધારો; અદાણી એન્ટરપ્રાઈઝ ટોપ ગેઈનર્સમાં સામેલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતોને કારણે અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે (1 નવેમ્બર) શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 374 પોઈન્ટના વધારા સાથે 61,121 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 133 પોઈન્ટ વધીને 18,145ની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર વધ્યા હતા. જ્યારે માત્ર 8 શેયર્સમાં ઘટાડો નોંધાયો હતો.

અદાણી એન્ટરપ્રાઈઝ અને ડિવિસ લેબ ટોપ ગેઈનર્સ
અદાણી એન્ટરપ્રાઈઝ, ડિવિઝ લેબ, NTPC, પાવર ગ્રીડ, ગ્રાસિમ, ડૉ. રેડ્ડી, INFY, હિન્દાલ્કો, અદાણી પોર્ટ્સ સહિત 38 શેરો નિફ્ટી-50માં વધ્યા હતા. બીજી તરફ, એક્સિસ બેન્ક, UPL, આઈશર મોટર્સ, મારુતિ, રિલાયન્સ, ટાટા સ્ટીલ, એપોલો હોસ્પિટલ્સ, હીરો મોટોકોર્પ સહિત 12 શેરો નિફ્ટીના લુઝર્સ રહ્યા હતા.

મેટલ સેક્ટરમાં સૌથી વધુ 2.38%નો વધારો થયો હતો.
NSEના 11 સેક્ટોરલ ઈન્ડેક્સમાંથી 7માં વધારો જોવા મળી રહ્યો છે. મેટલ સેક્ટરમાં સૌથી વધુ 2.38%નો વધારો થયો હતો. ફાર્મા સેક્ટર 2.12%ની તેજી જોવા મળી છે. IT સેક્ટરમાં 1% થી વધુ વૃદ્ધિ જોવા મળી છે. આ સિવાય ઓટો, ફાઇનાન્શિયલ સર્વિસ, FMCG અને રિયલ્ટી સેક્ટરમાં પણ ઉછાળો આવ્યો હતો. બીજી તરફ બેંક, મીડિયા, PSU બેંક અને પ્રાઈવેટ બેંકમાં ઘટાડો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...