• Gujarati News
  • Business
  • Sensex Up 319 Points To Close At 60,941, Nifty Up 90 Points; Biggest Gainer In IT Stocks

તેજીના કરંટ સાથે શેરબજાર બંધ:સેન્સેક્સ 319 પોઈન્ટ વધી 60,941 પર બંધ, નિફ્ટી 90 પોઈન્ટ વધી; IT શેર્સમાં સૌથી વધુ તેજી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેરબજારમાં સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે તેજી જોવા મળી છે. સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 60,941 સ્તરે બંધ થયો. નિફ્ટી 90 પોઈન્ટની તેજી સાથે 18,118 પર પહોંચી છે. સેન્સેક્સના 30 શેરમાંથી 21માં તેજી જોવા મળી. જ્યારે 9 શેરમાં ઘટાડો જોવા મળ્યો.

સન ફાર્મા-HUL ટોપ ગેનર
સન ફાર્મા, HUL, આયશર મોટર્સ, UPL, ટેક મહિન્દ્રા અને બજાજ ઓટો સહિત નિફ્ટી-20ના 32 શેરમાં તેજી જોવા મળી. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ, NTPC, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને LT સહિત નિફ્ટીના 18 શેરમાં ઘટાડો નોંધાયો.

IT સેક્ટરમાં સૌથી વધુ 1.88%ની તેજી
NSEના 11 ક્ષેત્રીય સૂચકાંકોમાંથી 9માં ઉછાળો જોવા મળ્યો હતો. IT સેક્ટરમાં સૌથી વધુ 1.88%નો વધારો થયો છે. બેન્ક, ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ, મીડિયા, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક અને પ્રાઇવેટ બેન્ક સેક્ટરમાં પણ વેગ મળ્યો હતો. માત્ર મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ગયા સપ્તાહે ઘટાડા સાથે બજાર બંધ રહ્યું હતું
અગાઉ, ગયા સપ્તાહના પાંચમા અને છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે (20 જાન્યુઆરી) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 236 પોઈન્ટ ઘટીને 60,621 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 80 પોઈન્ટ ઘટીને 18,027 પર પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...