શેરબજાર:સેન્સેક્સ 125 અંક વધ્યો, નિફ્ટી 16258 પર બંધ; M&M, એક્સિસ બેન્કના શેર વધ્યા

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, NTPC, લાર્સન, રિલાયન્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 125 અંક વધી 54402 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 20 અંક વધી 16258 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર M&M, એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. M&M 2.18 ટકા વધી 774.90 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 1.87 ટકા વધી 755.35 પર બંધ રહ્યો હતો. જોકે ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, NTPC, લાર્સન, રિલાયન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 1.61 ટકા ઘટીને 598.00 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 1.17 ટકા ઘટી 1412.05 પર બંધ રહ્યો હતો.

નુવોકો વિસ્ટાસનો IPO ખુલ્યો
નુવોકો વિસ્ટાસનો IPO ખુલી ગયો છે. રોકાણકારો 11 ઓગસ્ટ સુધી IPOમાં પૈસા લગાવી શકાશે. કંપની IPO દ્વારા 5 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરશે. જેના માટે પ્રાઈસ બેન્ડ 560-570 રૂપિયા રાખવામાં આવ્યો છે. IPOમાં રોકાણ કરવા માટે 26 શેરના એક લોટની બોલી લગાવવી પડશે. તેના માટે ઓછામાં ઓછું 14820 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપનીએ 1500 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યું બહાર પાડ્યો છે. જ્યારે 3500 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલમાં વેચવામાં આવી રહ્યાં છે.

FII અને DII ડેટા
આ પહેલા શુક્રવારે વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 69.3 કરોડ રૂપિયાના શેરની વેચવાલી કરી હતી. જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 631 કરોડ રૂપિયાના શેરની વેચવાલી કરી હતી.

અમેરિકાના શેરબજાર
અમેરિકાના શેરબજારની વાત કરવામાં આવે તો ડાઉ જોન્સ 0.41 ટકાની તેજીની સાથે 35208 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.40 ટકા નબળાઈ સાથે 14385 અને S&P 500 0.17 ટકાના વધારા સાથે 4436 પર બંધ થયો હતો.