BSE-NSE / સેન્સેક્સ 230 અંક ઘટ્યો, નિફ્ટી 11,301 પર બંધ, રિલાયન્સનો શેર 3.41% ઘટ્યો

Divyabhaskar.com

May 09, 2019, 05:19 PM IST
Sensex slips 230 points, Nifty closes at 11,301, Reliance shares down 3.41%

  • કારોબાર સપ્તાહના સતત ચોથા દિવસે શેરબજારમાં ઘટાડો, નિફ્ટીમાં 57.65 અંકનો ઘટાડો
  • હીરો મોટોકોર્પ, બજાજ ઓટો અને ટીસીએસનો શેર વધ્યો, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં ઘટાડો

મુંબઈઃ શેરબજારમાં ગુરૂવારે સતત ચૌથા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 230 અંકના ઘટાડા સાથે 37,558 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 37,780.46ના ઉચ્ચા અને 37,405.40ના નીચેના સ્તરે ગયો હતો. નિફ્ટી 57.65 અંકના ઘટાડા સાથે 11,301.80 પર બંધ થયો હતો.

બજાર અમેરિકા-ચીનના ટ્રેડ વોરથી ઘટી રહ્યું છે

ગુરૂવારે સવારે બજારની શરૂઆત ઘટાડાથી થઈ હતી. જયારે સેન્સેક્સ 150 અંક ઘટીને 37,638.89 પર ખુલ્યો હતો. જયારે નિફ્ટી 40 અંક ઘટીને 11,319.80 પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન તેમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે, અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે ગ્લોબલ માર્કેટમાં ઘટાડો આવ્યો છે. એનાલિસ્ટોનું માનવું છે કે અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોર ઘટવાથી અને લોકસભા ચૂંટણીના પરિણામો બાદ જ બજારમાં સુધારાની શકયતા છે.

સેન્સેક્સના 30માંથી 10 શેર નુકસાનમાં રહ્યાં

સેન્સેક્સના 30માંથી 10 અને નિફ્ટીના 50માંથી 27 શેર નુકસાનમાં રહ્યાં. સૌથી વધુ ઘટાડો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આવ્યો. રિલાયન્સનો શેર 3.41 ટકા સુધી ઘટ્યો

ક્રુડની કિંમત ઘટી, રૂપિયો 16 પૈસા નબળો થયો

જયારે ગુરૂવારે અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો 16 પૈસા થબળો થઈને 69.87 રૂપિયા રહ્યો. જોકે ગ્લોબલ માર્કેટમાં ક્રુડની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. બ્રેન્ટ ક્રુડ ઓઈલની કિંમત 0.75 ટકા ઘટીને 69.34 ડોલર પ્રતિ બેરલ થઈ છે.

X
Sensex slips 230 points, Nifty closes at 11,301, Reliance shares down 3.41%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી