તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Rose 152 Points, Nifty Closed At 16280; Shares Of Bharti Airtel, Tech Mahindra Rise

શેરબજાર:સેન્સેક્સ 152 અંક વધ્યો, નિફ્ટી 16280 પર બંધ; ભારતી એરટેલ, ટેક મહિન્દ્રાના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કારોબાર દરમિયાન સેન્સેક્સ 54779.66 અને નિફ્ટી 16359.25ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો
  • ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, NTPC, ITC, બજાજ ઓટોના શેર ઘટ્યા

શેરબજારે મંગળવારે ફરી એક રેકોર્ડ બનાવ્યો અને બજાર મજબૂતાઈ સાથે બંધ થયા. કારોબાર દરમિયાન સેન્સેક્સ 54779.66 અને નિફ્ટી 16359.25ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 152 અંક વધી 54554 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 22 અંક વધી 16280 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પર ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, HDFC, કોટક મહિન્દ્રા, M&M સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 3.84 ટકા વધી 622.25 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 2.81 ટકા વધી 1323.10 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, NTPC, ITC, બજાજ ઓટો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 2.73 ટકા ઘટી 1373.50 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 2.21 ટકા ઘટી 172.55 પર બંધ રહ્યો હતો.

કેમપ્લાસ્ટ સનમારનો IPO ખુલ્યો
નુવોકો અને કારટ્રેડ પછી આજે મંગળવારે કેમપ્લાસ્ટ સનમારનો IPO પણ ખુલ્યો છે. રોકાણકારો 12 ઓગસ્ટ સુધી IPOમાં પૈસા લગાવી શકશે. જેના માટે કંપનીએ ઈશ્યુનું પ્રાઈસ બેન્ડ 530-541 રૂપિયા નક્કી કરી છે. કંપની IPO દ્વારા 3 હજાર 850 કરોડ રૂપિયા એકત્રિત કરશે. IPOમાં રોકાણ કરવા માટે એક લોટ એટલે કે 27 શેરમાં બોલી લગાવવી પડશે. જેના માટે રોકાણકારે ઓછામાં ઓછું 14 હજાર 607 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

FII અને DII ડેટા
સોમવારે વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 211 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી. જ્યારે DIIએ 716 કરોડ રૂપિયાના શેરની વેચવાલી કરી.

અમેરિકાનું શેરબજાર
અમેરિકાના શેરબજારની વાત કરવામાં આવે તો ડાઉજોન્સ 0.30 ટકા ઘટી 35101 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.16 ટકાની મજબૂતાઈ સાથે 14,860 અને S&P 500 સામાન્ય ઘટાડા સાથે 4,432 પર બંધ થયું.