• Gujarati News
  • Business
  • Sensex Rose 113 Points To Close At 60,950, Nifty Up 65 Points; The Metal Sector Rose The Highest At 4.21%

શેરબજારમાં જોરદાર ઉછાળો:સેન્સેક્સ 113 પોઈન્ટ વધીને 60,950 પર બંધ રહ્યું, નિફ્ટી 65 પોઈન્ટનો વધારો; મેટલ સેક્ટરમાં સૌથી વધુ 4.21%નો ઉછાળો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેરબજારમાં અઠવાડિયાના પાંચમા અને છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે (4 નવેમ્બર) તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 113 પોઈન્ટના વધારા સાથે 60,950 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 65 પોઈન્ટ વધીને 18,117ની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 18 શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે માત્ર 12 શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

અદાણી એન્ટરપ્રાઈઝ ટોપ ગેઇનર્સ
અદાણી એન્ટરપ્રાઈઝ, હિન્દાલ્કો, બજાજ ફિનસર્વ, JWSE, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, અલ્ટ્રા ટેક સિમેન્ટ, ટાટા મોટર્સ અને SBI સહિતના 28 શેરો નિફ્ટી-50માં વધ્યા હતા. હીરો મોટોકોર્પ, ડો.રેડ્ડી, સિપ્લા, હિન્દુસ્તાન યુનિલિવર્સ, ડિવિસ લેબ અને BPCL સહિત 22 શેયર્સ નિફ્ટી લુઝર હતા.

મેટલ સેક્ટર સૌથી વધુ 4.21%નો ઉછાળો
NSEના 11 માંથી 6 સેક્ટોરલ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. મેટલ સેક્ટર સૌથી વધુ 4.21% વધ્યો હતો. PSU બેન્ક અને મીડિયા સેક્ટરમાં 1% થી વધુનો વધારો જોવા મળ્યો છે. આ સિવાય ઓટો, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને રિયલ્ટી સેક્ટરમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. બેન્ક, FMCG, IT, ફાર્મા અને પ્રાઈવેટ બેન્ક સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો.

સોના-ચાંદીમાં તેજી નોંધાઈ, રૂપિયો મજબૂત થયો
બીજી તરફ બુલિયન માર્કેટમાં આજે સોના-ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. 24 કેરેટ સોનું 50,522 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. ચાંદીની વાત કરીએ તો તે 58,755 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. આજે ડોલર સામે રૂપિયો 45 પૈસા મજબૂત થયો છે.