ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 436 અંક વધી 55818 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 105 અંક વધી 16628 પર બંધ રહ્યો હતો.
રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, સન ફાર્માના શેર વધ્યા
સેન્સેક્સ પર રિલાયન્સ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા, HCL ટેક, TCS સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 3.51 ટકા વધી 2724.50 પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ 2.88 ટકા વધી 12961.40 પર બંધ રહ્યો હતો. જોકે એચડીએફસી, પાવર ગ્રીડ કોર્પ, HUL, HDFC બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એચડીએફસી 1.69 ટકા ઘટી 2289.60 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 1.51 ટકા ઘટી 225.60 પર બંધ રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.