• Gujarati News
  • Business
  • Sensex Rises 428 Points, Nifty Closes At 16478; Shares Of Dr. Reddy Labs, Reliance Rise

શેરબજાર:સેન્સેક્સ 428 અંક વધ્યો, નિફ્ટી 16478 પર બંધ; ડો.રેડ્ડી લેબ્સ, રિલાયન્સના શેર વધ્યા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાટા સ્ટીલ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 428 અંક વધી 55320 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 122 અંક વધી 16478 પર બંધ રહ્યો હતો.

ડો.રેડ્ડી લેબ્સ, રિલાયન્સ, ભારતી એરટેલના શેર વધ્યા
સેન્સેક્સ પર ડો.રેડ્ડી લેબ્સ, રિલાયન્સ, ભારતી એરટેલ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 3.00 ટકા વધી 4326.10 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 2.73 ટકા વધી 2798.60 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 3.81 ટકા ઘટી 1045.35 પર બંધ રહ્યો હતો. એનટીપીસી 1.18 ટકા ઘટી 155.20 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...