તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શેરબજાર:નબળા ગ્લોબલ સંકેતોને પગલે સેન્સેક્સમાં 1066 અંકનો કડાકો, નિફ્ટી 11,680 પર બંધ; બજાજ ફાઇનાન્સ, ICICI બેન્કના શેર ઘટ્યા, 10 દિવસની કમાણી એક દિવસમાં ગુમાવી

અમદાવાદ9 દિવસ પહેલા
  • બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, ICICI બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા
  • વીતેલાં 10 સેશનમાં સેન્સેક્સમાં 4000થી વધુ પોઇન્ટ વધ્યો હતો
  • રોકાણકારોની મૂડી 3.25 લાખ કરોડ જેટલી ઘટી ગઈ

નબળા ગ્લોબલ સંકેતોને પગલે ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1066 અંક ઘટીને 39728 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 290 અંક ઘટીને 11680 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. બજાજ ફાઈનાન્સ 4.92 ટકા ઘટાડા સાથે 3205.50 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 4.10 ટકા ઘટાડા સાથે 814.10 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન પેઈન્ટ્સનો શેર 0.32 ટકા વધીને 2078.00 પર બંધ રહ્યો હતો.બીએસઇનું માર્કેટકેપ રૂ. 3.26 લાખ કરોડ ધોવાઇ જવા સાથે રૂ. 157.31 લાખ કરોડ થઇ ગયું હતું.

વૈશ્વિક બજારો પાછળ પ્રોફિટ બુકિંગ થયું
જાણકારોના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક શેરબજારોમાં નરમાઈનો માહોલ બન્યો છે. બીજી તરફ, ડોમેસ્ટિક માર્કેટમાં છેલ્લાં 10 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટથી વધારેનો સુધારો થયો છે. આના કારણે હાલમાં હેવી વેઈટ શેરોમાં નફારૂપી વેચવાલી શરૂ થઇ છે. આ બધાને કારણે ઘરઆંગણે આવનારા દિવસોમાં પણ નરમાઈશ જોવા મળી શકે છે.

બજારમાં ભારે ઘટાડાનું કારણ

આ 5 શેર પર રહેશે નજર

1. માઈન્ડટ્રી, આરબીએલ બેન્ક, સાઈન્ટ અને ટ્રાઈડેન્ટ- ગુરુવારે આ કંપનીઓ પોતાના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.

2. ટાઈટન- રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ, જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીના કુલ 50 હજાર શેર વેચ્યા છે.

3. પીવીઆર, આઈનોક્સ લેઝર- અનલોક-5 અંતર્ગત દેશમાં 15 ઓક્ટોબરથી થિયેટર્સ શરૂ થવાનાં છે. આ પહેલાં દેશવ્યાપી લોકડાઉનને કારણે થિયેટર્સ અને સિનેમા માર્ચથી બંધ છે.

4. ઈન્ફોસિસ- કંપનીના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 4,845 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના આ વખત સરખામણીએ 20.5 ટકા વધુ છે. દેશની બીજી સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપનીએ આ કારોબારી વર્ષ માટે પોતાની આવકનું અનુમાન કાસ્ટેન્ટ કરન્સીમાં વધારીને 2-3 ટકા કર્યું છે, જે પહેલાં તેણે 2 ટકા રાખ્યા હતા. કંપનીએ ઓપરેટિંગ માર્જિનનું અનુમાન વધારીને 23-24 ટકા કરી દીધું છે.

5. ટાટા એલેક્સી- બીજા ત્રિમાસિકમાં ટાટા એલેક્સીનો નફો અનુમાનથી 58 ટકા વધ્યો છે. જોકે રેવન્યુ અને અબીટા આશા કરતાં ઓછો રહ્યો છે.

બુધવારની બજારની સ્થિતિ
ગઈકાલે સતત 10મા દિવસે બજાર વધીને બંધ થયું હતું. 2007 પછી 13 વર્ષમાં આ સૌથી લાંબી રેલી છે. બજારમાં બેન્કિંગ શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં 382 અંકનો વધારો નોંધાયો હતો. એમાં ઈન્ડસઈન્ડ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેર 2-2 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીનો ટોપ ગેઇનર બજાજ ફિનસર્વનો શેર રહ્યો હતો. તેનો શેર 4 ટકા ઉપર બંધ થયો હતો. અંતમાં સેન્સેક્સ 169.23 અંક વધી 40794.74 પર અને નિફ્ટી 36.55 અંક વધી 11971.05 પર બંધ થયો હતો.

વિશ્વનાં બજારોમાં ઘટાડો
બુધવારે ગ્લોબલ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 0.58 ટકાના ઘટાડા સાથે 165.81 અંક ઘટી 28,514.00 પર બંધ થયું હતું, જ્યારે નેસ્ડેક પણ 97.81 અંક ઘટાડા સાથે 11985.40 અંક પર બંધ થયું છે. એ સિવાય એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ 0.66 ટકા ઘટીને 3488.67ના સ્તરે બંધ થયો હતો.

યુરોપિયન શેર માર્કેટમાં બુધવારે વેચવાલી રહી હતી. બ્રિટનનો FTSE અને ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયો હતો, જ્યારે જર્મનીનો DAX ઈન્ડેક્સ નજીવા વધારા સાથે બંધ થયો હતો. બીજી તરફ, એશિયાઈ બજારોમાં આજે જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 139.73 અંકના ભારે ઘટાડા સાથે બંધ થયો છે, જ્યારે ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 0.20 ટકાનો નજીવો વધારો થયો છે.

2020ના કડાકા

તારીખઘટાડો
1 એપ્રિલ1203
4 મે2020
18 મે1069
24 સપ્ટેમ્બર1115
15 ઓક્ટોબર1066

સેન્સેક્સમાં એક મહિનામાં 4200 પોઈન્ટની વધઘટ

તારીખસેન્સેક્સ
24 સપ્ટેમ્બર36,553
14 ઓક્ટોબર40,794
15 ઓક્ટોબર39,700

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો