તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજારમાં વેચવાલીનું દબાણ:FMCG, રિયલ્ટી અને IT શેરોમાં મંદીને પગલે સેન્સેક્સ 202 પોઇન્ટ ગગડ્યો, વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેત મળ્યા

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

શેરબજારમાં શુક્રવારે મંદીમય માહોલ જોવા મળતો હતો. સેન્સેક્સ 202 પોઇન્ટ ઘટીને 47,878 પર બંધ રહ્યો હતો. એવી જ રીતે નિફ્ટી પણ 64 પોઇન્ટ ગગડી 14,341 પર બંધ રહ્યો હતો. બજારમાં IT, રિયલ્ટી અને FMCG સેક્ટરના શેરોમાં સૌથી વધારે વેચવાલી જોવા મળતી હતી. NSE પર ત્રણેય ઈન્ડેક્સમાં 1 ટકા સુધીનો ઘટાડો થયો હતો.

ઘટાડા સાથે શરૂઆત થઈ
સેન્સેક્સમાં સ્થાન ધરાવતા 30 પૈકી 21 કંપનીના શેરમાં મંદી જોવા મળતી હતી. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સૌથી વધારે 2.6 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. આ અગાઉ સવારે શેરબજારમાં સેન્સેક્સ 216.86 અને નીચે 79.8 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યા હતા. જોકે બપોરના સમયે મામુલી સુધારો જોવા મળ્યો અને સેન્સેક્સ ઈન્ટ્રા-ડે હાઈ 48,265 સુધી પહોંચ્યો હતો.​​​​​​​

એક્સચેન્જ પર 1,483 સ્ક્રીપના ભાવમાં તેજી
BSE પર 3,099 શેરમાં કામકાજ થયું હતું, જે પૈકી 1,587 સ્ક્રીના શેરમાં તેજી અને 1,339 સ્ક્રીપના ભાવમાં મંદી જોવા મળતી હતી. લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 202.35 લાખ કરોડ હતું. જે ગઈકાલે રૂપિયા 202.61 લાખ કરોડ હતું. 22 એપ્રિલના રોજ સેન્સેક્સ 374.87 પોઇન્ટ વધી 48,080.67 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 109.75 વધી 14,406.15 પર બંધ રહી હતી.​​​​​​​

વૈશ્વિક બજારોમાંથી મિશ્રણ સંકેત મળ્યા
હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 330 પોઇન્ટ વધી 29,038 પર કામકાજ કરતો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝીટ ઈન્ડેક્સ પણ 10 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 3,475 પર બંધ રહ્યો હતો. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 204 પોઇન્ટ ગગડી 28,984 પર બંધ રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો