ઓમિક્રોનથી ડર્યું શેરબજાર:સેન્સેકસ 1190 પોઇન્ટ અને નિફ્ટી 370 પોઇન્ટ તૂટ્યા; કયા ત્રણ કારણથી બજાર ધ્વસ્ત થયું તે જાણો

એક મહિનો પહેલા
  • શરૂઆતની 60 સેકન્ડમાં 5.53 લાખ કરોડ માર્કેટ કેપ ઘટી ગયેલી
  • સેન્સેક્સની 30 પૈકી 28 કંપનીના શેરોમાં મંદી

વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સ્થિતિ સતત બગડી રહી છે અને વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેત પણ મળી રહ્યા છે. સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે સેન્સેક્સ 1,189.73 પોઇન્ટ એટલે કે 2.09 ટકા કડાકા સાથે 55,822.01 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 371 પોઇન્ટ અથવા 2.18 ટકા ગગડી 16,614.20 પર બંધ રહી હતી.

બજારમાં ઘટાડા માટે ત્રણ કારણ જવાબદાર
વાઈરસનું વધતુ જોખમઃ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન ઝડપભેર ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનના જોખમની સ્થિતિને જોતા ટ્રાવેલને લગતા નિયંત્રણોની સ્થિતિને ધ્યાનમાં લઈ લોકડાઉન લગાવવામાં આવી રહ્યા છે. નેધર્લેન્ડે તાજેતરમાં જ લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંજોગોમાં ગ્લોબલ ઈકોનોમીને અસર થાય તેવી ચિંતા ઉદભવી છે.

વિદેશી સંસ્થાગત રોકાણકારો રોકાણ પાછું ખેચી રહ્યા છે
છેલ્લા 40 દિવસમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા શેરબજારમાંથી આશરે રૂપિયા 80 હજાર કરોડનું રોકાણ પાછું ખેચવામાં આવ્યું છે. ડિસેમ્બર મહિનામાં FIIએ કેશ માર્કેટમાંથી રૂપિયા 26,000 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે. આ વર્ષમાં આ સૌથી વધારે પ્રમાણમાં વેચાણ છે. 18 ડિસેમ્બરના રોજ FII દ્વારા કેશ માર્કેટમાંથી રૂપિયા 2,069 કરોડનું વેચાણ કર્યું હતુ. ​​​​​​​

મોંઘવારીને લઈ વ્યાપક ચિંતા
આ ઉપરાંત વધી રહેલી મોંઘવારી પણ વિશ્વભરની મધ્યસ્થ બેન્કો માટે વ્યાપક ચિંતાનું કારણ છે. આ સંજોગોમાં મોંઘવારીને નિયંત્રણમાં લેવા માટે ઇંગ્લેન્ડની મધ્યસ્થ બેન્ક દ્વારા વ્યાજ દર વધારવા અંગેનું મુખ્ય કારણ છે. અમેરિકાની ફેડરણ પણ મોંઘવારીને લઈ ચિંતિત છે.​​​​​​​

શેરબજારમાં ભારે અફરા-તફરી
​​​​​​​દિવસભરના કામકાજ દરમિયાન સેન્સેક્સ એક તબક્કે 1879.06 પોઇન્ટ ગગડી 55,132.68 પર પહોંચી ગયો હતો. જોકે ત્યારબાદ બજારમાં નજીવા પ્રમાણમાં રિકવરી જોવા મળી હતી અને તે 1189.73 પોઇન્ટ અથવા 2.09 ટકા ગગડી 55,822.01 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 160.95 પોઇન્ટ ગગડી 16,824.25 પર ખુલી હતી અને એક તબક્કે 575 પોઇન્ટ ગગડી 16,410.20 પર આવી ગઈ ગતી. જોકે અંતિમ કલાકમાં ખરીદદારી નિકળી હતી અને આ 371 એટલે કે 2.1 ટકા ઘટી 16, 614.20 પર બંધ રહી છે. ​​​​​​​

પ્રારંભિક કામકાજમાં શેરબજારમાં 1800 પોઇન્ટનો કડાકો બોલાયો
શેરબજારમાં સપ્તાહની શરૂઆતમાં જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાને પગલે શેરબજારમાં રોકાણકારોએ રૂપિયા 9 લાખ કરોડ ગુમાવ્યા છે.

સવારે બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 1300 પોઈન્ટ તૂટીને 55 હજાર 778 પર આવી ગયો હતો, જ્યારે નિફ્ટી 430 પોઈન્ટ તૂટીને 16,554 પર આવી ગયો હતો. 60 સેકન્ડમાં માર્કેટ કેપ 5.53 લાખ કરોડ ઘટીને 253.94 લાખ કરોડે આવી ગઈ. શુક્રવારે એ 259.47 લાખ કરોડ હતી.

અપડેટ્સ

  • 2.50 PM : 1,320 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 55,690.97 પર જ્યારે 408 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી 16,576.55 પર કારોબાર કરી રહ્યો હતો.
  • 12.55 PM : સેન્સેક્સ 1784 પોઈન્ટના ઘટાડા સાથે 55,227.18 પર જ્યારે નિફ્ટી 559 પોઈન્ટ ઘટાડા સાથે 16,425.55 પર કારોબાર કરી રહ્યો હતો.
  • 12.34 PM : સેન્સેક્સ 1565 પોઈન્ટના ઘટાડા સાથે 55,446.48 પર જ્યારે નિફ્ટી 476 પોઈન્ટ ઘટાડા સાથે 16,508.85 પર કારોબાર કરી રહ્યો હતો
  • 12.00 વાગ્યે સેન્સેક્સ 1418 પોઈન્ટના ઘટાડા સાથે 55,593 પર, જ્યારે નિફ્ટી 426 પોઈન્ટના ઘટાડા સાથે 16,558 પર કારોબાર કરી રહ્યો હતો
  • સવારના 10.55 વાગ્યે સેન્સેક્સ 1277 પોઈન્ટના ઘટાડા સાથે 55,734.20 પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 396 પોઈન્ટના ઘટાડા સાથે 16,588.50 કારોબાર કરી રહ્યો છે.
  • સવારે 10.39 વાગ્યે સેન્સેક્સ 1063 પોઈન્ટના કડાકા સાથે 55,948.36 પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 314 પોઈન્ટના કડાકા સાથે 16,671.05 પર કારોબાર કરી રહ્યો હતો.

મોટા ભાગના શેર તૂટ્યા
સેન્સેક્સના 30 શેરમાંથી માત્ર સનફાર્મામાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે 29 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા સ્ટિલ અને SBI 4-4% તૂટ્યો હતો. જ્યારે HDFC બેન્ક, બજાજ ફિસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એરટેલ, ટેક મહિન્દ્રા જેવા શેરમાં 3-3% ઘટાડો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...