તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી ટ્રેડિંગ:દિવાળી ટુ દિવાળી સેન્સેક્સ 4388 પોઇન્ટ વધ્યો, સતત ત્રીજા વર્ષે મુહૂર્ત ટ્રેડિંગમાં બજાર સુધારા સાથે બંધ થયું

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2020 દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ 195 પોઈન્ટ અને નિફ્ટી 54 પોઈન્ટ વધી

કોરોના હોવા છતાં ગ્લોબલ સેન્ટિમેન્ટના પગલે ભારતીય શેર બજારોમાં પણ દિવાળીના પવન અવસરમાં મુહૂર્ત ટ્રેડિંગ વખતે બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી. વર્ષ 2020ની દિવાળીના મુહૂર્તમાં સેન્સેક્સ 195 પોઇન્ટ વધીને 43,637.98 પર બંધ થયો હતો જયારે નિફટી 54 પોઇન્ટ વધીને 12,774 પર બંધ આવી હતી. આજે સેન્સેક્સ 250 પોઇન્ટ ઉપર ખુલીને ટ્રેડિંગ દરમિયાન 300 પોઇન્ટ સુધી વધ્યો હતો. તેવી જ રીતે નિફટીમાં પણ ઉપરમાં 100 પોઇન્ટ જેટલો વધારો જોવા મળ્યો હતો. જોકે, વેચવાલીનું પ્રેશર આવતા અને ખરીદી ધીમી પડતા બજારમાં તેજી ધીમી પડી હતી.

દિવાળી-ટુ-દિવાળી સેન્સેક્સ 4388 પોઇન્ટ વધ્યો
HDFC સિક્યોરિટીઝના આંકડા મુજબ વર્ષ 2019ની દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ વખતે સેન્સેક્સ 39250 પર બંધ આવ્યો હતો. 2020ની દિવાળીમાં મુહૂર્ત ટ્રેડિંગમાં બજાર 43,637.98 પર બંધ થયું હતું, આ રીતે દિવાળી-ટુ-દિવાળી સેન્સેક્સમાં 4388 પોઇન્ટનો વધારો થયો હતો.

વર્ષદિવાળી ક્લોઝિંગદિવાળી-ટુ-દિવાળી રિટર્ન
201021004.9621%
201117289-18%
2012186198%
20132123914%
20142657525%
201525867-3%
2016279308.0%
201732182.2215.2%
2018352389.5%
20193925011.4%
20204363811.18%

સોર્સ: HDFC સિક્યોરિટીઝ

હેવી વેઇટ શેરોમાં ખરીદી
શુકનના સોદામાં મારુતિ, ટાટા સ્ટીલ, ITC, રિલાયન્સ, HDFC, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ અને ટાઇટન જેવા હેવી વેઇટ શેર્સમાં ખરીદી જોવા મળી રહી છે. આ બધા શેર્સમાં 2% સુધીનો ભાવ વધારો થયો છે. બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે વીતેલા અમુક દિવસોમાં કોરોનના કેસ ઘટ્યા અને ગ્લોબલ સેન્ટિમેન્ટ સુધારતા ભારતીય બજારોમાં પણ પોઝિટિવ વાતાવરણ બન્યું છે એટલે આ દિવાળીમાં સુધારો જોવા મળી રહ્યો છે.

બજાર બંધ થતા પહેલા વેચવાલી આવી
જોકે, ચાલુ બજારે સેન્સેક્સમાં વેચવાલી આવતા સાંજે 7 વાગ્યા પછી બજાર વધીને 175 પોઇન્ટ વધીને 43,622.31 પર ટ્રેડ થઇ રહ્યો છે. તેવી જ રીતે નિફટી પણ 55 પોઇન્ટ વધીને 12,775 પર ચાલી રહી છે.

રિલાયન્સના શેરમાં માત્ર 5 રૂપિયા વધ્યા
માર્કેટને ચલાવનારા શેરોમાંનો એક રિલાયંસનો શેર આજે મુહૂર્ત ટ્રેડિંગ વખતે માત્ર રૂ. 5 વધીને રૂ. 2001.85 પર ટ્રેડ કરી રહ્યો છે. બજાર ખુલ્યું ત્યારે BSE-30ના માત્ર 2 શેર્સ નેગેટિવ હતા જયારે બજાર બંધ થયું ત્યારે 8 શેર્સ નેગેટિવ થયા હતા.

શું છે મુહૂર્ત ટ્રેડિંગનો ઈતિહાસ?
દિવાળીના દિવસે મુહૂર્ત સેશન શરૂ થાય તે પહેલાં વેપારીઓ ચોપડા પૂજન કરે છે, જેમાં એકાઉન્ટિંગ બુકની પૂજા કરવામાં આવે છે. 1957માં BSEમાં મુહૂર્ત વેપારની શરૂઆત થઈ હતી. આ પ્રથા બે મુખ્ય વેપારી સમુદાય ગુજરાતીઓ અને મારવાડીઓએ શરૂ કરી હતી. જે બાદ 1992થી NSE આવ્યું. જે પછી BSE અને NSEમાં દિવાળીની સાંજે એક કલાક માટે ટ્રેડિંગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો