વૈશ્વિક રિકવરીથી શેરબજારને વેગ મળ્યો:સેન્સેક્સ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, 6 મહિનામાં 17% ગ્રોથ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેરબજાર શુક્રવારે એટલે કે 11 નવેમ્બરે તેજીમાં જોવા મળ્યું. સેન્સેક્સ 1,181 પોઈન્ટના વધારા સાથે 61,795 પર બંધ થયું. છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સનું આ સર્વોચ્ચ સ્તર છે અને અત્યાર સુધીનું સૌથી ઊંચું બંધ સ્તર છે.

શુક્રવારે મોટી કંપનીઓના શેરમાં વધારે પડતી ખરીદી રહી હતી. લાર્જ કેપ ઈન્ડેક્સ 1.69%ના વધારા સાથે બંધ થયો. મિડકેપમાં 0.15% અને સ્મોલ કેપમાં 0.33%નો સામાન્ય વધારો થયો. મહત્વની વાત એ છે કે, સેન્સેક્સમાં 6 મહિનામાં 17.69%ની વૃદ્ધિ થઈ છે.

રૂપિયા 2 પૈસા મજબૂત થઈ 80.78 પર પહોંચ્યો
આવો ટ્રેડ દુનિયાના કોઈ પણ બજારમાં નથી થયો. ભારતીય અર્થવ્યવસ્થા માટે શુક્રવારે સૌથી સારી વાત એ બની કે રૂપિયામાં મજબૂતી આવી છે. ડોલરની તુલનામાં 62 પૈસા મજબૂત થઈ 80.78 પહોંચ્યો છે. અમેરિકામાં મોંઘવારીના આંકડાઓ ગુરુવારે જાહેર થયા. તેમાં માત્ર 0.5%નો ઘટોડો નોંધાયો છે. અમેરિકાનું શેરબજાર નાસ્ડેક સૌથી વધુ 7.35% ઉછળ્યું. પછી શુક્રવારે દુનિયાભરમાં આ ટ્રેડ જોવા મળ્યો.

અમેરિકન બજારો એક વર્ષમાં 35% ગગડ્યા
છેલ્લા એક વર્ષમાં એક તરફ ભારતીય શેરબજાર (સેન્સેક્સ)માં 2.39%નો વધારો જોવા મળ્યો છે, તો બીજી તરફ યુએસ માર્કેટ (નાસ્ડેક)માં 34.73%નો મોટો ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા 1 વર્ષમાં વિશ્વના મોટાભાગના બજારોમાં ઘટાડો થયો છે

દેશમાર્કેટડાઉન/અપ
ભારતસેન્સેક્સ2.39%
યુએસડાઉ જોન્સ-9.93%
યુએસનાસ્ડેક-34.73%
USS&P 500-19.95%
હોંગકોંગહેંગસેંગ-31.59%
જાપાનનિક્કેઈ-4.55%
દ.કોરિયાકોસ્પી-16.36%
UKFTSE-0.08%
ફ્રાન્સકૈક-7.16%
જર્મનીડેક્સ-11.84%

ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 31% વધીને 10.54 લાખ કરોડ થયું છે
ચાલુ નાણાકીય વર્ષમાં 10 નવેમ્બર સુધી ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 31% વધીને 10.54 લાખ કરોડ રૂપિયા થયો છે. વ્યક્તિગત આવકવેરાની સારી કામગીરીનો આમાં વિશેષ ફાળો હતો. રિફંડ પછીનો કુલ ટેક્સ 8.71 લાખ કરોડ રૂપિયા હતો. આ સામાન્ય બજેટમાં આખા વર્ષ માટે નિર્ધારિત લક્ષ્યાંકના 61.31% છે. અત્યાર સુધીમાં 1.83 લાખ કરોડ રૂપિયાના રિફંડ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...