શેરમાર્કેટ લાઇફટાઇમ હાઈની નજીક:સેન્સેક્સ 1181 પોઈન્ટ વધીને 61795 પર પહોંચ્યો, HDFC 6% અને ઝોમેટોમાં 14%નો વધારો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગ્લોબલ માર્કેટમાં પોઝિટિવ સંકેતો મળ્યા પછી શુક્રવારે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1181 પોઈન્ટ અથવા 1.95% વધીને બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 321 પોઈન્ટ અથવા 1.78% નો વધારો જોવા મળ્યો હતો. 18,349 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરમાંથી 22 લીલા નિશાનમાં અને 8 લાલ નિશાનમાં બંધ થયા હતા. સૌથી વધુ ફાયદો HDFC બેન્કમાં જોવા મળ્યો હતો. તે લગભગ 6% વધીને બંધ થયો હતો.

IT સ્ટોક્સમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. ઈન્ફોસિસ 4.51% વધીને 1570 પર પહોંચી ગયો હતો. TCS, HCL ટેક, વિપ્રો, ટેક મહિન્દ્રામાં 3%થી વધુના ઉછાળો જોવા મળ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા સ્ટીલના શેરમાં 2%થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ, ફૂડ એગ્રીગેટર ઝોમેટોએ સપ્ટેમ્બર ક્વાર્ટરના મજબૂત પરિણામો બાદ તેનો શેર 13.60% વધીને 72.65 રૂપિયા પર બંધ થયો હતો. નાયકાના શેર પણ 10.49% વધીને 208 રૂપિયા પર પહોંચ્યા હતા.

લાઇફટાઇમ હાઈ રહ્યું બજાર
આ ઉછાળા સાથે બજાર લાઇફટાઇમ હાઈની નજીક પહોંચી ગયું હતું. સેન્સેક્સનો ઓલટાઇમ હાઈ 62245.43 છે જે આ પહેલા ઓક્ટોબર 2021માં બન્યો હતો. બીજી તરફ, બેન્ક નિફ્ટીએ 42,236ની નવી લાઈફટાઈમ હાઈ બનાવી છે. બેન્ચમાર્ક નિફ્ટી 50 ઈન્ડેક્સ 18 ઓક્ટોબર 2021ના રોજ 18,477 પર બંધ થયો હતો. આ તેની ઓલટાઇમ હાઈ છે. જો બજારમાં આવી જ રીતે તેજી ચાલુ રહેશે તો આ અઠવાડિયે બજાર નવા રેકોર્ડ બનાવી શકે છે.

DCX શેર 49% વધ્યો
DCX સિસ્ટમના શેયર્સ આજે સ્ટોક એક્સચેન્જમાં જોરદાર ડેબ્યૂ કર્યું હતું. 207ની ઈશ્યૂ કિંમતની તુલનામાં 38% વધીને 286.25 રૂપિયા પર લિસ્ટ થયો હતો. તેમજ, 101.45 અથવા 49.01% વધીને 308.45 રૂપિયા પર બંધ રહ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન શેર 319.90 એ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

અમેરિકી બજારમાં 2.5 વર્ષમાં સૌથી મોટી તેજી
અમેરિકામાં ઓક્ટોબરમાં ફુગાવાનો દર ઘટીને 7.7% પર આવી ગયો છે. આ 9 મહિનામાં સૌથી નીચું સ્તર છે. મોંઘવારી ઓછી થવાની અસર અમેરિકી માર્કેટ પર જોવા મળી હતી. અને 2.5 વર્ષ બાદ બજારમાં સૌથી મોટી તેજી જોવા મળી હતી. ગુરુવારે ડાઉ જોન્સ 1,201.43 અંક એટલે કે 4% વધીને 33,715.40 પર બંધ થયો હતો. S&P 500 પણ 5% વધીને 3,956.37 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 760 પોઈન્ટ અથવા 7.35% વધીને 11,114.20 ના સ્તર પર બંધ થયો.

ગુરૂવારે સેન્સેક્સમાં 420 પોઈન્ટનો ઘટાડો
ભારતીય શેરબજારમાં અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે એટલે કે 10 નવેમ્બરે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ લગભગ 420 પોઈન્ટના ઘટાડા સાથે 60,613ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટી 128 પોઈન્ટ ઘટીને 18,028ની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 24 શેયર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ, માત્ર 6 શેયર્સમાં તેજી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...