ભારતીય શેરબજારમાં બીજા ટ્રેડિંગ દિવસે, એટલે કે મંગળવાર(14 માર્ચ)એ ઘટાડો જોવા મળ્યો. બજારમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 337 પોઈન્ટ ઘટી 57,900 સ્તરે પહોંચ્યો. નિફ્ટીમાં પણ 111 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો, અને તે 17,043 પર બંધ થયો. સેન્સેક્સના 30માંથી 23 શેરમાં ઘટાડો અને માત્ર 7માં તેજી રહી.
અદાણી એન્ટરપ્રાઈઝના શેર 7.70% તૂટ્યા
આજે અદાણી ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો જોવા મળ્યો. ગ્રુપની ફ્લેગશિપ કંપની એન્ટરપ્રાઈઝના શેર 7.70% તૂટ્યા. અદાણી પોર્ટ્સમાં 4.07%નો ઘટાડો રહ્યો. અદાણી વિલ્મર, પાવર, ટોટલ ગેસ અને NDTVના શેરમાં લગભગ 5-5%નો ઘટાડો જોવા મળ્યો. જ્યારે અદાણી ગ્રીન એનર્જી 0.67%, અંબુજા સિમેન્ટ 3.91% અને ACC 1.58% તૂટ્યો.
નિફ્ટી-50ના 38 શેરમાં ઘટાડો
અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, M&M, TCS, HDFC લાઇફ, બજાજ ફાઈનાન્સ, કોટક બેંક, ટેક મહિન્દ્રા, અને વિપ્રો સહિત નિફ્ટી-50ના 38 શેરમાં ઘટાડો થયો. ટાઈટન, BPCL, LT, ભારતી એરટેલ, સન ફાર્મા, SBI લાઇફ, ICICI બેંક, હિંડાલ્કો અને ઈન્ડસઈન્ડ બેંક સહિત નિફ્ટીના 12 શેરમાં ઘટાડો રહ્યો.
PSU બેન્ક સેક્ટરમાં સૌથી વધુ 1.90% ઘટાડો
NSE પર 11માંથી 9 ક્ષેત્રીય સૂચકાંકો ઘટ્યા હતા. PSU બેન્ક સેક્ટરમાં મહત્તમ 1.90%નો ઘટાડો જોવા મળ્યો હતો. આઇટી, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં 1%થી વધુનો ઘટાડો થયો છે. બેંક, ઓટો, ફાઇનાન્શિયલ સર્વિસીસ, એફએમસીજી અને ખાનગી બેંક સેક્ટરમાં પણ 1%નો ઘટાડો થયો છે. માત્ર મીડિયા અને ફાર્મા સેક્ટરમાં થોડો વધારો જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.