તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Falls 1,039 Points To 50,000, BSE's Market Cap Falls By Nearly Rs 3 Lakh Crore, Impact Of Decline In US Market

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સમાં 1939 અંકનો કડાકો, નિફ્ટીમાં 568 અંકનો ઘટાડો; US માર્કેટમાં થયેલા ઘટાડાની અસર

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વભરનાં શેરબજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતિમ દિવસે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1939.32 અંક ઘટી 49099.99 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 568.2 અંક ઘટી 14529 પર બંધ રહ્યો હતો. શરૂઆતના કારોબારમાં ઈન્ડેક્સ 1100 અંક ઘટી દિવસના સૌથી નીચલા સ્તર 49,950.75એ પહોંચ્યો હતો.

સેન્સેક્સ પર ONGC, M&M, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ONGC 6.60 ટકા ઘટીને 111.15 પર બંધ રહ્યો હતો. M&M 6.35 ટકા ઘટીને 804.35 પર બંધ રહ્યો હતો.

US-ઈરાનના તણાવ અને વધતા બોન્ડ યીલ્ડે બગાડ્યું સેન્ટિમેન્ટ
રેલિગેયર બ્રોકિંગના વાઈસ પ્રેસિડેન્ટ(રિસર્ચ) અજીત મિશ્રાએ કહ્યું કે વિશ્વભરના બજારોનું સેન્ટીમેન્ટ USમાં વધતા બોન્ડ યીલ્ડ છે. આ સિવાય અમેરિકા અને ઈરાનની વચ્ચે વધતો તણાવ પણ ઘટાડાને સપોર્ટ કરી રહ્યો છે. મધ્યમ અવધિમાં નિફ્ટીમાં ઈન્ડેક્સ 14600ના લેવલને તોડી શકે છે.

રોકાણકારોએ સૌથી વધુ બેન્કિંગ અને ઓટો સેક્ટરના શેરમાં વેચવાલી કરી છે. આ કારણે નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 4.78 ટકા ઘટી 340803.60 પર અને ઈન્ડેક્સ 3.12 ટકા ઘટી 10169.90 પર બંધ થયો છે. નિફ્ટી પણ 563 અંક એટલે કે 3.76 ટકા નીચે 14529.15 પર બંધ થયો છે.

ઘટાડામાં અગ્રણી શેર 5 ટકાથી વધુ ઘટ્યા
શેરબજારના ઘટાડામાં અગ્રણી શેર સૌથી આગળ રહ્યાં છે. HDFC બેન્ક, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને ICICI બેન્ક સહિત અન્ય અગ્રણી બેન્કિંગ શેરમાં 5-5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, TCS અને ભારતી એરટેલના શેરમાં પણ 2-2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો. માર્કેટ કેપની રીતે જોઈએ તો 10 સૌથી મોટી કંપનીઓમાંથી 7ની માર્કેટ કેપ લગભગ એક લાખ કરોડ રૂપિયા ઘટી.

એક્સચેન્જ પર 60 ટકા શેરમાં ઘટાડો
BSE પર 3101 શેરમાં કારોબાર થયો. 1059 શેરમાં વધારો અને 1855માં ઘટાડો નોંધાયો. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ 5.43 લાખ કરોડ રૂપિયા ઘટીને 200.75 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે કાલે 206.18 લાખ કરોડ રૂપિયા હતી. એક્સચેન્જ પર રેલટેલનો શેર 11.3 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો. શેરની ઈશ્યુ પ્રાઈસ 94 રૂપિયા હતી, જે 104.6 રૂપિયા પર લિસ્ટ થયો છે. તે હાલ 121.40 રૂપિયાના ભાવ પર બંધ થયો છે.

અમેરિકાનાં શેરબજારોમાં ભારે ઘટાડાથી વિશ્વભરનાં બજારો ઘટ્યાં
અમેરિકાનાં બજારોમાં ભારે વેચવાલીને કારણે શેરબજારોમાં ઘટાડો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 737 અંક નીચે 29430 પર છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 771 અંક નીચે 29303 પર કારોબાર કરી રહ્યો છે. આ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, કોરિયાના કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 2-2 ટકાનો ઘટાડો છે.

બોન્ડ યીલ્ડ વધવાની અસર, શેરબજાર ઘટ્યું
અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધવા અને ટેક્નોલોજી શેરમાં વેચવાલીને કારણે પ્રમુખ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા. નેસ્ડેક ઈન્ડેક્સ 478 અંકના ઘટાડા સાથે 13,119 પર બંધ થયું હતું. આ રીતે ડાઉ જોન્સ 559 અંક અને S&P 500 ઈન્ડેક્સ 96 અંક નીચે બંધ થયા હતા.

ગઈકાલે ઘરેલું બજાર સતત ત્રીજા દિવસે વધારા સાથે બંધ થયાં હતાં
25 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 257 અંકના વધારા સાથે 51,039.31 પર અને નિફ્ટી પણ 115 અંક વધી 15097.35 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 188.08 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલું સંસ્થાગત રોકાણકારો(DII)એ 746.57 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો