• Gujarati News
  • Business
  • Sensex Down 94 Points, Nifty Closes At 16569; Shares Of Asian Paints, Ultratech Cement Fell

શેરબજાર:સેન્સેક્સ 94 અંક ઘટ્યો, નિફ્ટી 16569 પર બંધ; એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ઘટ્યા

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, આઈટીસી, કોટક મહિન્દ્રાના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના પ્રથમ દિવસે ફલેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 94 અંક ઘટી 55675 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 15 અંક ઘટી 16569 પર બંધ રહ્યો હતો.

એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વના શેર ઘટ્યા
સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, નેસ્લે, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 2.36 ટકા ઘટી 2818.75 પર બંધ રહ્ય હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.68 ટકા ઘટી 5581.95 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, આઈટીસી, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 0.99 ટકા વધી 1078.20 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 0.78 ટકા વધી 931.50 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...