• Home
  • Business
  • Economy
  • Sensex down 400 points in the last 45 minutes, on the lower side of the two-month low, the stock market and the rupee.

યુએસ-ચીન ટ્રેડવૉર / શેરબજાર અને રૂપિયો બે મહિનાના નીચલા સ્તરે, સેન્સેક્સ છેલ્લી 45 મિનિટમાં 400 પોઈન્ટ તૂટ્યો

DivyaBhaskar.com

May 13, 2019, 11:53 PM IST
Sensex down 400 points in the last 45 minutes, on the lower side of the two-month low, the stock market and the rupee.

  • સેન્સેક્સ સતત 9મા દિવસે ડાઉન, માર્કેટકેપ 2.11 લાખ કરોડ ઘટ્યું

મુંબઈઃ ચૂંટણીને કારણે અનિશ્ચિતતા તથા અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ ગંભીર બનતા સોમવારે દુનિયાભરના શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકા ઘટી બે મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. ભારતીય શેરબજારમાં સતત 9મા દિવસે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સમાં તો ચાલુ વર્ષના ફેબ્રુઆરી પછી અને નિફ્ટીમાં 2011 પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. માર્કેટ કેપ પણ 2.11 લાખ કરોડ ઘટીને 144.55 લાખ કરોડનું થઈ ગયું છે. ભારતીય શેરબજારમાં બપોરે પોણા ત્રણ વાગે ઘટાડાની શરૂઆત થઈ અને માત્ર 45 મિનિટમાં 400 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લે સેન્સેક્સ 372.17 જેટલો ઘટીને 37090.92 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં 130.70 પોઈન્ટનો ઘટાડો થયો હતો.

ચીન 1 જૂનથી અમેરિકા આયાત પર ડ્યૂટી વધારશે

ચીને કહ્યું છે કે તે 1 જૂનથી અમેરિકાથી 60 અબજ ડોલર એટલે કે 4 લાખ કરોડ રૂપિયાની આયાત-જકાત વધારશે. 5140 વસ્તુઓ પર આયાત-જકાત પાંચ ટકાથી વધારી 25 ટકા કરાશે. અમેરિકાએ ત્રણ દિવસ પહેલાં ચીન ખાતેથી આયાત થતાં 14 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુ પર જકાત 10 ટકાથી વધારી 25 ટકા વધારી હતી. અમેરિકા અને ચીન વચ્ચે 10 મેના રોજ યોજાયેલી વાટાઘાટો કોઈપણ જાતના પરિણામ વિના પૂરી થઈ હતી. સોમવારે અમેરિકી અધિકારીઓએ સંકેટ આપ્યો હતો કે તેઓ ચીન ખાતેથી બાકીની 300 અબજ ડોલર એટલે કે 21 લાખ કરોડ રૂપિયાની આયાત પર પણ 25 ટકા જકાત લગાવશે. ચીનની કરન્સી યુઆન પણ સોમવારે 0.8 ટકા ગગડી હતી. આ 9 મહિનાનો સૌથી મોટો ઘટાડો છે.

શેરબજારમાં ઘટાડાનાં 5 કારણ

  • ચૂંટણીનાં પરિણામોના કારણે અનિશ્ચિતતા વધી
  • અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડવોર વધુ ગંભીર
  • રૂપિયો પણ વૈશ્વિક શેરબજારની પાછળ 62 પૈસા ગગડીને બે મહિનાના નીચલા સ્તરે આવી ગયો.
  • માર્ચમાં આઈઆઈપી 0.1 ટકા ઘટ્યું, 21 મહિનામાં સૌથી ખરાબ દેખાવ જોવા મળ્યો.
  • અત્યાર સુધી આવેલા કંપનીઓના ત્રિમાસિક પરિણામો નિરાશાજનક છે. હજુ પણ આવું જ રહેશે.

રોકાણકારો હમણા બજારથી દૂર રહે

નિફ્ટી-50 ઇન્ડેક્સ 100 દિવસની સરેરાશ 11200થી નીચે આવી ગયો છે. હવે નિષ્ણાંતોની નજર 200 દિવસની 11034 પર છે. રિલાયન્સ સિક્યુરિટીઝના વિશ્લેષક અરુણ કુમારના જણાવ્યા મુજબ રોકાણકારોએ હાલમાં બજારથી દૂર રહેવું જોઈએ. જ્યારે લાગે કે બજાર નીચલા સ્તરે પહોંચી ગયું છે ત્યારે ખરીદી કરવી જોઈએ. અત્યારે બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. તેનાથી નાના રોકાણકારોએ દૂર રહેવું જોઈએ.

X
Sensex down 400 points in the last 45 minutes, on the lower side of the two-month low, the stock market and the rupee.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી