શેરબજાર:સેન્સેક્સ 656 અંક ઘટ્યો, નિફ્ટી 17938 પર બંધ; ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સના શેર ઘટ્યા

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SBI, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકી, એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રાના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 656 અંક ઘટી 60098 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 175 અંક ઘટી 17938 પર બંધ રહ્યો હતો.

ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લેના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લ, HUL, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ફોસિસ 2.77 ટકા ઘટી 1867.70 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 2.71 ટકા ઘટી 3281.10 પર બંધ રહ્યો હતો. જોકે SBI, ટાટા સ્ટીલ, મારૂતિ સુઝુકી, એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. SBI 1.83 ટકા વધી 515.90 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 1.19 ટકા વધી 1208.75 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...