સતત બીજા દિવસે બજાર ગગડ્યું:સેન્સેક્સ 236 પોઈન્ટ ઘટી 60,621 પર બંધ, નિફ્ટી 80 પોઈન્ટ તૂટી; HUL ટોપ લૂઝર

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેરબજારમાં અઠવાડિયાના પાંચમા અને છેલ્લા ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવાર(20 જાન્યુઆરી)ના રોજ ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 236 પોઈન્ડ ગગડીને 60,621 પર બંધ થયું. નિફ્ટી 80 પોઈન્ટના ઘટાડા સાથે 18,027 પર પહોંચી. બજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સના 30 શેરમાંથી 21 શેરમાં ઘટાડો નોંધાયો.

હિંદુસ્તાન યુનિલિવર ટોપ લૂઝર
હિંદુસ્તાન યુનિલિવર, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, નેસલે ઈન્ડિયા, JSW સ્ટીલ, HDFC લાઈફ અને બજાજ ફિનસર્વ સહિત નિફ્ટીના 36 શેરમાં ઘટાડો જોવા મળ્યો. કોલ ઈન્ડિયા, પાવર ગ્રિડ, HDFC બેંક, HDFC, ITC, ICICI બેંક અને ટાટા મોટર્સ સહિત નિફ્ટી-50ના 13 શેરમાં તેજી જોવા મળી. એક શેરમાં કોઈ ફેરફાર થયો નહતો.

મીડિયા સેક્ટરમાં 1.36% ઘટાડો
NSEના 11 ક્ષેત્રીય સૂચકાંકોમાંથી 7માં ઘટાડો જોવા મળ્યો હતો. મીડિયા સેક્ટરમાં સૌથી વધુ 1.36%નો ઘટાડો થયો છે. ઓટો, મેટલ, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા અને આઈટી સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ બેન્ક, ફાઇનાન્શિયલ સર્વિસિસ, પીએસયુ બેન્ક અને ખાનગી બેન્ક સેક્ટરમાં નજીવો વધારો જોવા મળ્યો હતો.

ગુરુવારે બજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું
અગાઉ, સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે એટલે કે ગુરુવારે (19 જાન્યુઆરી) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 187 પોઈન્ટ ઘટીને 60,858 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 57 પોઇન્ટના ઘટાડા સાથે 18,107 પર પહોંચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...