શેરબજાર:સેન્સેક્સ 185 અંક ઘટ્યો, નિફ્ટી 16522 પર બંધ; નેસ્લે, ટેક મહિન્દ્રાના શેર ઘટ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમએન્ડએમ, એચડીએફસી, કોટક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્કના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 185 અંક ઘટી 55381 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 62 અંક ઘટી 16522 પર બંધ રહ્યો હતો.

નેસ્લે, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા
સેન્સેક્સ પર નેસ્લે, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, સન ફાર્મા, એચસીએલ ટેક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. નેસ્લે 2.99 ટકા ઘટી 17238.50 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 2.86 ટકા ઘટી 1147.05 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ, એચડીએફસી, કોટક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 1.32 ટકા વધી 1047.50 પર બંધ રહ્યો હતો. એચડીએફસી 0.94 ટકા વધી 2328.85 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...