ભારતીય શેરબજારો આજે સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1457 અંક ઘટી 52846 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 427 અંક ઘટી 15774 પર બંધ રહ્યો હતો.
બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા
સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 7.02 ટકા ઘટી 11390.90 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 5.27 ટકા ઘટી 864.20 પર બંધ રહ્યો હતો. જોકે નેસ્લે, બજાજ ઓટોના શેર વધીને બંધ રહ્યાં હતા. નેસ્લે 0.46 ટકા વધી 16857.25 પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો 0.01 ટકા વધી 3881.25 પર બંધ રહ્યો હતો.
શુક્રવારે સેન્સેક્સ 1017 અને નિફ્ટી 276 અંક ઘટ્યો હતો
ભારતીય શેરબજારો શુક્રવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1017 અંક ઘટી 54303 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 276 અંક ઘટી 16201 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, રિલાયન્સ, વિપ્રો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 3.96 ટકા ઘટી 1792.10 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 3.90 ટકા ઘટી 5667.85 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન પેઈન્ટ્સ, ડો.રેડ્ડી લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, ટાઈટન કંપની સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 0.78 ટકા વધી 2708.75 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 0.62 ટકા વધી 4353.00 પર બંધ રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.