નબળા પરિણામોની અસર:ઈન્ફોસિસ અને HDFC બેન્કના શેરમાં ભારે મંદીને પગલે સેન્સેક્સમાં 1,172 પોઇન્ટનો કડાકો; નિફ્ટીએ 17,200 લેવલ ગુમાવ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ફોસિસ અને HDFC બેન્ક દ્વારા બજાર અપેક્ષથી નબળા પરિણામો રજૂ કરતા મોટાપાયે નિકળેલી ભારે વેચવાલીને પગલે ભારતીય શેરબજારમાં આશરે 1172 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો જ્યારે નિફ્ટીએ પણ મનોવૈજ્ઞાનિક રીતે મહત્વની 17,200 સપાટી ગુમાવી દીધી હતી.

યુએસ ડોલર સામે રૂપિયામાં નબળાઈ અને માઈક્રોઈકોનોમિક ડેટાને લઈ પણ બજાર વર્ગમાં ચિંતાના માહોલની ભારતીય સેન્ટીમેન્ટ ઉપર સ્પષ્ટ અસર જોવા મળતી હતી.

આઈટી સેક્ટરની અગ્રણી ઈન્ફોસિસે તેના માર્ચ ત્રિમાસિક નફામાં 12 ટકાની વૃદ્ધિ જાહેર કરી હતી,જે બજાર અંદાજ કરતાં નબળા હતા, જેને પગલે કંપનીના શેરમાં 7.27 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો.જ્યારે HDFC બેન્કે પણ તેના ત્રિમાસિક ગાળામાં નફામાં 23 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી,પણ તે બજાર ધારણાને અનુરૂપ ન હતા, તેને પગલે કંપની શેરની ભાવ 4.74 ટકા ગગડ્યો હતો.

આ ઉપરાંત HDFC, ટેક મહિન્દ્રા, વિપ્રો, TCS અને HCL ટેકના શેરોમાં પણ ભારે મંદીમય માહોલ જોવા મળતો હતો. જોકે NTPC, ટાટા સ્ટીલ, મારુતિ, ટાઈટન, HUL અને M&M, અને નેસ્લે ઈન્ડિયાના શેરોમાં તેજીમય માહોલ જોવા મળતો હતો. સેન્સેક્સની 30 પૈકી 20 કંપનીના શેરોમાં મંદીમય માહોલ જોવા મળતો હતો. BSE સેન્સેક્સ 1,172.19 પોઇન્ટ એટલે કે 2.01 ટકા ગગડી 57,166.74 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 302 પોઇન્ટ એટલે કે 1.73 ટકા ગગડી 17,173.65 રહી હતી.

અન્ય સમાચારો પણ છે...